Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કરિયાણાની દુકાન ખુલ્લી રાખનારા વેપારી સહિત ૧૭ લોકો દંડાયા

રાજકોટ, તા. ૧ :. કોરોના મહામારી અંતર્ગત સાવચેતીના ભાગરૂપે રાત્રી લોકડાઉનનો પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે છે, ત્યારે જાહેરનામાનો ભંગ કરી કરિયાણાની દુકાન ખુલ્લી રાખનાર વેપારી સહિત ૧૬ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

એ-ડિવીઝન પોલીસે મહિલા કોલેજ અંડરબ્રીજ પાસેથી માસ્ક પહેર્યા વગર નિકળેલા કેવલ જયેશભાઈ તન્ના, ચીરાગ પરેશભાઈ બખાઈ તથા બી-ડિવીઝન પોલીસે કેસરી હિન્દ પૂલ પરથી શકીલ અલ્લારખાભાઈ કપડવંજી તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ ચુનારાવાડ ચોકમાંથી યુનુસ હુસેનભાઈ કોરેજીયા ચુનારાવાડ ચોક પાસે કરીયાણાની દુકાન ખુલ્લી રાખનારા ભરત રઘુભાઈ અલગોતર તથા ભકિતનગર પોલીસે નંદા હોલ સર્કલ પાસેથી પ્રશાંત કિશોરભાઈ વોરા, ગાયત્રીનગર મેઈન રોડ પરથી તપન લક્ષ્મણભાઈ ગીણોયા તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન ચેકપોસ્ટ પાસેથી પ્રભુ મગનભાઈ સોલંકી તથા આજીડેમ પોલીસે માંડાડુંગર પાસેથી સુનીલ પ્રવીણભાઈ કોસીયા, કોઠારીયા રોડ હાઉસીંગ કવાર્ટર પાસેથી રસીક વિનુભાઈ ચૌહાણ, ધનજી સવજીભાઈ ટાંક, વલ્લભ ભીમજીભાઈ વાઘેલા, માંડા ડુંગર અનમોલ પાર્ક પાસેથી કિશોર રણછોડભાઈ કવાડ, કોઠારીયા સોલવન્ટ પાસેથી યોગેશ રમેશચંદ્રભાઈ મહેતા તથા માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર સોસાયટી પાસેથી હાર્દિક ભરતભાઈ દવે, નીતીશ ભરતભાઈ દવે, મહિરાજસિંહ ઈન્દ્રસિંહ ઝાલા અને ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી છોટુનગર પાસેથી પરસોતમ ઈસાભાઈ રાફુચાને પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(2:43 pm IST)