Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આજે સીએ-ડે

સીએની ડીગ્રી મળ્યા બાદ જીવનમાં આપોઆપ બદલાવ આવી જાય

૧જુલાઈ એટલે CA Day ..એક એવો દિવસ કે જયારે હું proudly કહી શકું કે આ તો મારો પોતાનો દિવસ છે અને તેની ઉજવણી પણ કોઈ જન્મદિવસની ઉજવણી જેવી જ લાગે કારણકે આ ડીગ્રીએ પણ એક નવો જન્મ જ આપ્યો છે એવું કહી શકાય ..ca કરતા તમામ લોકોને અને ca થઈ ચુકેલા ને એ ખ્યાલ જ હશે કે કેટલા બધા બદલાવ લાવવા પડ્યા છે આ ડીગ્રી ને મેળવવા માટે અને ડીગ્રી મળી ગયા પછી પણ ઘણા બધા બદલાવ જીવનમાં આપોઆપ આવી જ જાય છે...

મારા જીવનમાં પણ આ ડીગ્રી મેળવવાની સફરમાં અને મેળવ્યા પછી ઘણા બદલાવો આવી ગયા છે.. કયારે હું 12th સુધી ગુજરાતી મીડીયમમાં ભણેલી અને સતત ડીક્ષનરી નો ઉપયોગ કરીને ઈંગ્લિશના words સમજવાની કોશિશ કરતા કરતા ઈંગ્લિશ મીડીયમની books સરળતાથી સમજતી થઈ ગઈ તેનો ખ્યાલ જ ના આવ્યો , કયારે આંગળીના વેઢાથી થઈ જતી ગણતરી કેલ્કયુલેટર માં અને હવે excelમાં થવા લાગી એ ખબર જ ના પડી..નાની નાની વાતો માં ગભરાઈ જતી હું નીડરતાથી clients સાથે વાતચીત કરતી થઈ ગઈ ,એક ચેક લખતા પહેલા પણ બે વાર પપ્પાને પુછતી હું બેન્ક મેનેજરને સમજાવતી થઈ ગઈ..મારી પોતાની વસ્તુ પણ માંડ માંડ સાચવતી હું ,clients ના બધા જ ડોકયુમેન્ટસ સાચવતી થઈ ગઈ..,પરીક્ષા પુરી થવા ના કલાકો ગણતી હું cpe hours કેટલા બાકી એ ગણતરી કરતી થઈ ગઈ, youtubeમાં મનપસંદ ગીતો જોતી હું webinar જોતી થઈ ગઈ. કલરકલર ની પેનથી બુકસને ડેકોરેટ કરીને વાંચતી હું પેન્સિલમય બની ગઈ,અલગ અલગ brand ને કપડાં પર ધ્યાન આપવાને બદલે તમામ વસ્તુ પર લાગતા GST પર ધ્યાન આપવા લાગી. નવા નવા મુવીઝની અપડેટ રાખતી હું નવા નવા ટેકસ અમેન્ડમેન્ટસ ની અપડેટ રાખવા લાગી, જીવનની આંટીઘુંટીઓ વચ્ચે પણ હસતા મોંઢે લોકોની scrutiny solve કરતી થઈ ગઈ અને sections અને આંકડાઓની દુનિયામાં એવી તો ખોવાઈ ગઈ કે હવે તો કોઈ આંકડો લખેલો વાંચીએ તો પણ મગજ જાતે જ sectio યાદ કરવા માંડે છે અને કોઈ પણ વસ્તુ જોતા જ તેના પર લાગતા ઘસારાની પણ ગણતરી કરવા માંડે છે.

ઘણા બધા સંઘર્ષ કર્યા પછી મળેલી આ CAની ડીગ્રી માટે એટલું જ કહીશ કે આ ડીગ્રીના કારણે આજે એ તબક્કે પહોંચી શકયા છીએ કે લોકો આંખો બંધ કરીને આપણા પર વિશ્વાસ મુકી શકે છે અને આપણે વફાદારીથી બસ આપણી ફરજનું પાલન કરવાનું છે અને લોકો ને  tax અને gst ને લીધે પડતી તમામ  તકલીફો  દુર કરવાની છે.

Happy ca day to all of you

સીએ રિધ્ધી ખખ્ખર, રાજકોટ

(1:17 pm IST)