Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વીજળીના કડાકા ભડાકાથી બચવા જીલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા ખાસ માર્ગદર્શન

વીજળીનો ઝટકો લાગે તો ૧૦૭૭ અથવા ૧૦૭૦ ઉપરન તાકીદે સંપર્ક કરો.. ટોળામાં ન રહોઃ ઝાડ નીચે આશરો ન લેવોઃ માથાના વાળ ઉભા થાય એટલે સમજવું કે કયાંક વીજળી ખાબકશે

રાજકોટ,તા.૧:,છેલ્લા ઘણા દિવસોની ગરમી અને ઉકળાટ બાદ રાજકોટમાં આજે સવારે વરસાદે એન્ટ્રી કરતાં ચોમાસાની શરૂઆતને રાજકોટવાસીઓએ અનેરા આનંદ સાથે આવકારેલ છે. વરસાદના સમયમાં આકાશીય વિજળી પડવાનું જોખમ અનેક ગણુ વધી જાય છે. ત્યારે જિલ્લા કંટ્રોલરૂમ અને રાજય કંટ્રોલરૂમ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.ઙ્ગ

જયારે તમે ઘરની અંદર હોય ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહો,ઙ્ગતારથી ચાલતા ફોનનો ઉપયોગ કરશો નહીં,ઙ્ગબારી-બારણાંથી દુર રહો,ઙ્ગવીજળીના વાહક બને તેવી કોઈ પણ ચીજ વસ્તુઓથી દૂર રહો,ઙ્ગધાતુથી બનેલા પાઈપ,ઙ્ગનળ, ઙ્ગકુવારો,ઙ્ગ વોશબેઝીન વગેરેના સંપર્કથી દુર રહો.

જયારે તમે ઘરની બહાર હોય ત્યારેઙ્ગધ્યાન રાખો કેઙ્ગઊંચા વૃક્ષો હંમેશા વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળો,ઙ્ગઆસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળોઙ્ગઅને ટોળામાં રહેવાને બદલે છૂટા-છવાયા વિખેરાઇ જાઓ. મકાનો આશ્રય માટે ઉત્ત્।મ ગણાય. મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો અને મજબૂત છતવાળા વાહનમાં રહો. ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો,ઙ્ગધાતુની વસ્તુઓ જેવી કે બાઈક,ઙ્ગઇલેકટ્રીક કે ટેલિફોનના થાંભલા,ઙ્ગતારની વાડ,ઙ્ગમશીનરી વગેરેથી દુર રહો.ઙ્ગતેમજઙ્ગઙ્ગપુલ તળાવો જળાશયોથી દુર રહો,ઙ્ગપાણીમાં હોવ તો બહાર આવી જાઓ.તમારા માથાના વાળ ઉભા થઈ જાય,ઙ્ગચામડીમાં ઝણઝણાટી થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને ઢાંકી દેવા,ઙ્ગકારણઙ્ગકે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે, તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યકિતને જરૂર જણાય તો સીપીઆર કાર્ડિયો પલમોનરી રિસકસીટેશન એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. તેમજ તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.

આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે આપાતકાલીન સંપર્ક જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭ઙ્ગઅને રાજય કંટ્રોલરૂમ ૧૦૭૦ પર સંપર્ક કરવા ગુજરાત રાજય આપત્ત્િ। વ્યવસ્થાપન વિભાગની યાદીમાં જણાવાયું છે.

(11:24 am IST)