Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજકોટ જીલ્લામાં પણ રાત્રે ૧૦થી સવારે ૫ કર્ફયુઃ દુકાનો સવારે ૮ થી ૮ તથા રેસ્ટોરન્ટ - હોટલો રાત્રે ૯ સુધી ખુલ્લી રહેશે

કોવીડ-૧૯ સંદર્ભે અનલોક-૨ અંગે જીલ્લા કલેકટરનું મોડી રાત્રે જાહેરનામું..

રાજકોટ,તા.૧: જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને અનલોક-૨ અંગે મોડી રાત્રે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.સક્ષમ સત્તાધિકારીશ્રીનું પૂર્વ પરવાનગી વગર અનધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇ પણ જગ્યાએ એકઠા થવું નહીં.કોરોનાવાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઇ પણ વ્યકિતએ જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસ, જેલોમાં કે તેની આસપાસનાં વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર શેરી-બંધ ગલીઓમાં કે એવા કોઇ પણ સ્થળોએ ધરણા, આંદોલન કરવા નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી.આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિઓ માટે કોઇ વ્યકિતએ આવન-જાવન રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૫:૦૦ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રાખવાની રહેશે.

કન્ટેન્મેન્ટ ઝોન/ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેનમેન્ટ ઝોન/ મોઇક્રો કોન્ટન્મેન્ટ જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી જ ચાલુ  રાખી શકાશે નહીં.

તમામ આર્થિક પ્રવૃતિઓ (નીચે મુજબના નેગેટીવ લીસ્ટ સિવાયની) કન્ટેન્મેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારે ૮ કલાકથી રાત્રિના ૮ કલાક સુધી ચાલુ રાખી શકાશે. જેમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની સુવિધાઓ પુરી પાડતી દુકાનો કે આર્થિક પ્રવૃતિઓ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ અને સોશ્યલ ડીસ્ટન્સ પાલન કરવાની શરતે રાત્રીનાં ૯ વાગ્યા સુધી ખુલી રાખી શકાશે.

માલવાહન વાહનો કોઇ પણ પ્રકાર પ્રતિબંધ સિવાય આંતરરાજ્ય અને આંતર જિલ્લા પરિવહન કરી શકશે. આરોગ્યના કારણોસર અથવા આવશ્યક જરૂરિયાતો પુરી કરવા જવુ પડે તે સિવાય ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓ/ બીમાર વ્યકિતઓ/ ગર્ભવતિ મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવું.

કચેરીઓ, કાર્ય સ્થળો, ઔદ્યોગિક અને વાણીજય એકમો વગેરેમાં કામ/ વ્યવસાયના કલાકો અલગ-અલગ રાખવાના રહેશે. શકય હોય ત્યાં સુધી 'વર્ક ફોમ હોમ' નો સિધ્ધાંત અનુસરવો. કાર્યના સ્થળોએ તમામ પ્રવેશ અને નિકાસ દ્વારો અને સામાન્ય વિસ્તારોમાં થર્મલ સ્કેનીંગ,હેન્ડ વોશ અને સેનિટાઇઝર માટેની જોગવાઇ કરવાની રહેશે.કાર્યના સ્થળોએ પાળી બદલાય ત્યારે સમગ્ર કાર્ય સ્થળ તથા સામાન્ય સગવઠો અને માનવ સંસર્ગમાં આવતી તમામ વસ્તુઓ જેમ કે દરવાજાના હેન્ડલ સેનિટાઇઝ કરવાના રહેશે.

(11:23 am IST)