Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ઇન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા ડોકટર ડેની અનોખી ઉજવણીઃ ટ્રાફીક અવેરનેસ ઝૂંબેશના આજથી શ્રીગણેશ

ઇન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા ગુજરાત પોલીસ, રોટરી કલબ ગ્રેટર અને જીનીયસ ગ્રુપના સહયોગથી વર્ષ દરમિયાન ૧ર જેટલાં સેમીનાર દ્વારા લોકોને જાગૃત કરવા સાથે જરૂરી તાલીમ અપાશે

રાજકોટ તા. ૧ :.. શહેરમાં સતત વધતા જતાં ટ્રાફીક અને તેના કારણે થતા રોડ અકસ્માતોમાં અનેક લોકોના મોત થતાં હોય છે, તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોય આ બાબતે સમાજમાં જાગૃતિ આવે અને લોકોમાં ટ્રાફીક અવેરનેસ વધે, અકસ્માત ઘટે એ માટે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન - રાજકોટની ટીમ દ્વારા આજે ડોકટર ડેની ઉજવણી સાથે ટ્રાફીક અવેરનેસ ઝૂંબેશના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ, રોટરી કલબ ગ્રેટર અને જીનીયસ ગ્રુપના સહયોગથી આ ઝૂંબેશ અંતર્ગત વર્ષ દરમિયાન ૧ર જેટલા સેમીનાર દ્વારા લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ટ્રાફીક બાબતે જાગૃત કરવા સાથે જરૂરી તાલીમ આપવામાં આવશે, એમ આઇ.એમ.એ.-રાજકોટના પ્રમુખ જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતા અને સેક્રેટરી ક્રિટીકલ કેર નિષ્ણાત ડો. તેજસ કરમટાએ જણાવ્યું છે. રાજકોટ મેડીકલ કોલેજ ખાતે આજે તબીબો, સમાજ શ્રેષ્ઠીઓ, અધિકારીગણની ઉપસ્થિતીમાં ડોકટર ડે ના દિવસે 'એલર્ટ ટૂડે...એલાઇવ ટુમોરો' ના સ્લોગના સાથે ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટના પ્રમુખે રાજકોટના જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસેતા ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે, ડો. બિહાનચંદ્ર રોયની જન્મ તિથી અને મૃત્યુતિથીના દિવસે એટલે કે આજે તા. ૧ લી જૂલાઇના રોજ દેશભરમાં ડોકટર ડેની ઉજવણી કરવામાં આવે છે.

આઇ.એમ.એસ. રાજકોટના સેક્રેટરી ક્રિટીકલ કેર નિષ્ણાત ડો. તેજસ કરમટાએ જણાવ્યું છે  કે, રાજકોટની સ્કુલ, કોલેજોમાં ૧ર જેટલા સેમીનારનું આયોજન કરી અકસ્માત સમયે કે અન્ય કોઇ કારણોસર કોઇ વ્યકિતને હૃદય રોગના હુમલા આવવો કે હૃદય બંધ પડી જાય એવા કિસ્સામાંં જે તે વખતે દર્દીની નજીક રહેલ સામાન્ય વ્યકિત તેની પ્રાથમીક સારવાર કરી શકે એ માટે સી.પ્રી.આર.(કાર્ડિયો પલ્મનરી રીરસીટેશન) વિશે લોકોને તાલીમ આપવામાં આવશે. હૃદય રોગના હુમલા વખતે તાત્કાલીક સારવાર કઇ રીતે અને શું કરી શકાયએ વિશે લાઇવ પ્રેઝન્ટેશન તથા વિડિયો દ્વારા યુવાનો તથા સમાજના વિવિધ વર્ગના લોકોને તાલીમ આપવામાં આવશે. આઇ.એમ.એસના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આજે રાજકોટ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના પેરા મેડીકલ સ્ટાફને આ અંગે તાલીમ આપવામાં આવી છ.ે

રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ડોકટર ડેની ઉજવણી સાથે ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામના શુભારંભ પ્રસ્ંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ડી.સી.પી.ડો. રવિમોહન સૈની. મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ મહેતા, મેહુલ રૂપાણી, જીનીયસ ગ્રુપના ડી.વી.મહેતા, રોટરી કલબ ગ્રેટરના પુર્વેશ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આઇ.એમ.એ.ગુજરાતના ઉપપ્રમુખ ડો.અમીત હપાણી, આઇ.એમ.એ.રાજકોટના પૂર્વ પ્રમુખ ડો.હિરેન કોઠારી, પૂર્વ સેક્રેટરી ડો.પિયુષ ઉનડકટ, રાજકોટના સિનિયર તબીબો ડો.એસ.ટી.હેમાણી, ડો.સુશીલ કારીઆ, ડો.પ્રકાશ મોઢા, ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.ડી.કે.શાહ, પી.વી.સી.ડો.વિજય દેસાણી, ડો.ભાવિન કોઠારી, ડો.ભાવેશ સચદે, ડો.યજ્ઞેશ પોપટ, આઇ.એમ.એ.લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો.સ્વાતીબેન પોપટ, ડો.રશ્મી ઉપાધ્યાય, ડો.એમ.કે.કોરવાડીયા સહિત અનેક તબીબો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ડો.સંકલ્પ વણઝારાએ આ પ્રસંગે ખાસ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત પેરા મેડિકલ સ્ટાફ તથા મેડિકલના સ્ટુડન્ટને હેલ્મેટ અને સીટ બેલ્ટના ફાયદા સમજાવ્યા હતા અને આ બાબતે નાની પણ ભૂલ ગંભીર પ્રશ્નો સર્જતી હોવાની માહિતી આપી હતી. ડો.હેતલ વડેરાએ સી.પી.આર.વિશે પ્રેઝન્ટેશન સાથે તાલીમ આપી હતી.

ડી.સી.પી.ડો.રવિમોહન સૈનીએ રાજકોટની ટ્રાફિક સમસ્યા અને પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી વિશે માહિતી આપી હતી. ઇન્ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટના ૨૦૧૯-૨૦ના હોદેદારો તરીકે ડો.ચેતન લાલસેતા-પ્રમુખ, ડો.તેજસ કરમટા-સેક્રેટરી, ઉપપ્રમુખ ડો.મયંક ઠકકર અને ડો.જયેશ ડોબરીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ડો.વિમલ સરાડવા અને ડો.રૂકશ ઘોડાસરા, ડો.દર્શન સુરેજા-ટ્રેઝરર, ડો.સેજુલ અંટાળા-જોઇન્ટ ટ્રેઝરર, વુમનસ વિંગના ચેર પર્સન તરીકે ડો. સ્વા.પોપટ અને સેક્રેટરી તરીકે ડો.વૃન્દા અગ્રાવત, ડો.જય ધીરવાણી-પ્રેસીડન્ટ ઇલેકટર, ડો.અમીત અગ્રવાત, ડો.હેતલ વડેરા, ડો.સંકલ્પ વણઝારા,. ડો.ભાવેશ વૈશ્નાણી, ડો.રૂપેશ મહેતા, ડો.પારસ ડી.શાહ, ડો.સંજય ટીલાળા, ડો.દીપા ગોંડલીયા, યંગ એકઝીકયુટીવ કમીટી મેમ્બર્સ તરીકે ડો.પરીશ કંટેસરીયા, ડો.ભાવેશ કાનાબાર, ડો.દુષ્યંત ગોંડલીયા, ડો.નિરાલી કોરવાડીયા, ડો.ચિંતન દલવાડી, ડો.કૃપાલ પુજારા, એડિટરીયલ બોર્ડના આઇ.એમ.એ.ના મિડિયા કો.ઓેર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિકસના શ્રી વિજય મહેતા સેવા આપે છે. કાર્યક્રમનું સંચાલન ડો.અમીત અગ્રાવતે કર્યુ હતું.

(4:19 pm IST)