Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નાણાવટી ચોક આવાસના કવાર્ટરમાં જૂના મનદુઃખના લીધે દેરાણી-જેઠાણીને છરી ઝીંકાઇ

હુસેન તેની પત્ની જીન્નત અને પુત્ર સદામ સામે ફરીયાદ

રાજકોટ, તા. ૧ : નાણાવટી ચોકમાં આવેલા આવાસ યોજના કવાર્ટરમાં જૂના મનદુઃખનો ખાર રાખી દેરાણી-જેઠાણી પર પડોશી દંપતિ અને તેના પુત્રએ છરી વડે હુમલો કરતા બંનેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ નાણાવટી ચોક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા મુમતાઝબેન હનીફભાઇ જુણેજા (ઉ.વ.૩૮) અને દેરાણી શબાના ફીરોઝભાઇ દલ (ઉ.વ.૩૦) પોતાનાઘરે હતાં ત્યારે પાડોશી હુસેન તેની પત્ની જીન્નત અને તેનો પુત્ર સદામે આવી જૂના ઝઘડાનો ખાર રાખી છરી વડે હુમલો કરતા મુમતાઝબેન જુણેજાને પડખાના ભાગે છરી ઝીંકી દીધી હતી. બનાવ બનતા દેકારો બોલતા આસપાસના લોકો એઠકા થતાં ત્રણેય શખ્સો નાસી ગયા હતા. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસે તપાસ હાથ ધરી છે.

(2:50 pm IST)