Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

શહેરમાં ૧૬ હોર્ડિંગ્સ બોર્ડ જોખમીઃ ૮ એજન્સીઓને બોર્ડ ઉતારી લેવા નોટીસ

રાજકોટ,તા. ૧: મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ખાનગી મિલકત પર જુદી-જુદી સાઈઝના હોર્ડીંગ બોર્ડની મંજુરી આપવામાં આવેલ છે. જેમાં અમુક એજન્સીઓ દ્વારા અલગ-અલગ બે બોર્ડ ભેગા કરી પર નિયત સાઈઝ કરતા મોટી સાઈઝમાં એક જ જાહેરાત પ્રદર્શિત કરતા હોવાનું ધ્યાને આવતા નીચેની વિગતેના ૧૬ હોર્ડીંગ બોર્ડ માટે સંબંધિત એજન્સીઓને નોટીસ આપી દિન-૫માં આ પ્રકારની જાહેરાત દુર કરવા અને મંજુરી આપ્યા મુજબના સાઈઝની જ જાહેરાત પ્રદર્શિત કરવા તાકીદ કરવામાં આવેલ છે. એજન્સીઓ દ્વારા સદરહુ જાહેરાત દુર નહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સીના ખર્ચે અને જોખમે આ પ્રકારની જાહેરાત દુર કરવામાં આવશે અને જે-તે બોર્ડની મંજુરી રદ કરવા અને એજન્સી વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેા મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ એસ્ટેટ શાખા દ્વારા બે કે તેથી વધુ બોર્ડ કલબ કરવામાં આવેલ હોય તે એજન્સ્ીઓને નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં માલવીયા ચોક, લાયબ્રેરી ઉપર        -ક્રિષ્ના કોમ્યુ, માલવીયા ચોક, જૈન બોર્ડીંગની મિલકત ઉપર-વિકાસ આઉટડોર, માલવીયા ચોક, લાયબ્રેરી ઉપર-વિકાસ આઉટડોર, મોટી ટાંકી ચોક-સાકેત એડ.માર્કેટીંગ, મોટી ટાંકી ચોક- સ્વામિનારાયણ પબ્લીસીટી,ફુલછાબ ચોક, ફુલછાબની દિવાલ પર- વિકાસ આઉટડોર, કિંગ્સ પ્લાઝા, એસ્ટ્રોન ચોક- કિંગ્સ પ્લાઝા ઓનર્સ એસો., એસ્ટ્રોન ચોક- વિણા એડ, મહિલા કોલેજ ચોક- ભવાની આઉટડોર , કિશનપરા સર્કલ- ક્રિષ્ના કોમ્યુ,  કુવાડવા રોડ, શિવશકિત ઓટો ઉપર -ક્રિષ્ના કોમ્યુ, વરાણી ચોક- સાકેત એડ, વિરાણી ચોક, નાગર બોર્ડીંગ ઉપર - સ્ટાર એડ, ત્રિકોણબાગ, શાસ્ત્રીમેદાન દિવાલ ઉપર- શ્લોક મિડીયા, ડીલકસ ચોક- વિકાસ આઉટડોર, લાલ ચેમ્બર, ઢેબર રોડ - સાકેત એડ સહિતની એજન્સીઓનો સમાવેશ થાય છે.

(4:09 pm IST)