Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રતનપરની ર૮ કરોડની ૪૦ એકર જમીન ખાલસા કરતા ડે.કલેકટર જેગોડા

સ્વામિનારાયણ મંદિરનાં મહંત સ્વામી દ્વારા મુળ માલીકી હક્ક માટે ર૦૧પ માં દાવો દાખલ કરાયો હતોઃ તત્કાલીન કલેકટરે કેસ રીમાન્ડ કરેલ : નવી માપણીમાં સરકારના નામે ટાવર્સ પણ મપાઇ ગયા છેઃ સરકારી ખરાબાની જમીન કલમ ૩૭/ર હેઠળ મહત્વનો ચૂકાદો

રાજકોટ તા. ૧ :.. રાજકોટ તાલુકાના રતનપર ગામની ખેતીની ૧૦૦ વિઘા એટલે કે, અંદાજે ૪૦ એકર જમીન કે જેની કિંમત સરકારી જંત્રી પ્રમાણે ર૮ કરોડ થવા જાય છે, તે જમીન અંગે સ્વામિનારાયણ મંદિરના મહંતસ્વામી દ્વારા મુળ માલીકી હકક માટે દાવો દાખલ કરાયો હતો તે સીટી પ્રાંત-ર, અને ડે. કલેકટરશ્રી જેગોડાએ ફગાવી દઇ જમીન ખાલસા કરતો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે, જમીનનો કબજો લઇ લેવા પણ આદેશો કર્યા છે.

મહંત સ્વામીએ મુળ માલિકી હકક માટે ર૦૧પ માં દાવો દાખલ કર્યો ત્યારે તત્કાલીન કલેકટર ડો. મનિષા ચંદ્રાએ આ કેસ રીમાન્ડ કર્યો હતો.

નવી માપણીમાં પણ સરકારના નામે ટાવર્સ બોલે છે,

અત્રે એ ઉમેરવું જરૂરી કે આચાર્ય તજેન્દ્રપ્રસાદ મહારાજના કુલમુખત્યાર સજુભા વાઘુભા ઝાલા હોવાનું જાહેર થયેલ.

રતનપર ગામ જમીન સર્વે નં. રર૯ પૈકી ગામ નમુના નં. ૬, ફેરફાર નોંધ -૬પ તા. ર-પ-પ૭થી થયેલુ ત્યારે ૭/૧ર નકલ રજૂ કરાઇ હતી, હકિકતે આ જમીન સરકારી ખરાબાની હતી, આ પછી ર૭-૬-ર૦૦૬ ના આસી. કલેકટરના હુકમ સામે અપીલ દાખલ થતા જે તે કલેકટરે કેસ રીમાન્ડ કર્યો હતો.

ત્યારબાદ ર૬-૧૦-ર૦૧પ ના રોજ સુનાવણી થઇ પણ કોઇ હાજર રહ્યું ન હતું. આ પછી પણ અનેક મુદતો પડી હતી.

એ પહેલા ર૦૦પ માં આસિ. કલેકટર સમક્ષ જમીન માલિકી ગણવાનો દાવો દાખલ કરાયો, પરંતુ કોઇપણ તબક્કે કોઇ ઓથોરીટી સમક્ષ દાવો દાખલ કરાયો ન હોય, અને વર્ષો સુધી આવી કોઇ અરજીઓ થઇ ન હોય, આધાર પુરાવા વગરની કરેલ રજૂઆતોને  સીટી પ્રાંત-ર શ્રી જેગોડાએ માન્ય ન રાખી,  ૪૦ એકર જમીન સરકારી ઠેરવતો હુકમ કરી દિધો હતો, અને જમીન ખાલસા કરવા આદેશો કર્યા હતાં.

(3:51 pm IST)