Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ઓબીસી-એસસી-એસટી એકતા મંચનું આંદોલનઃ જાગો માલધારીઓ જાગોઃ ધરણા યોજાયા

રાજકોટ :.. ઓબીસી-એસસી-એસટી એકતા મંચની આગેવાની હેઠળ જાગો - માલધારીઓ જાગોએ આંદોલન હેઠળ આજે  મોચી બજાર ચોક ખાતે આગેવાનોએ ધરણા યોજી તમામ ગૌચર સુરક્ષિત કરવા માંગણી કરી હતી, અને માલધારી સમાજના આગેવાન મુકેશ ભરવાડની આગેવાની હેઠળ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવેલ કે, તાત્કાલીક ગાય માતા માટે સુરક્ષિત કરવામાં આવે જો આ સરકાર આવુ કરવામાં જરા પણ વિલંબ કરશે તો વિધાનસભા તથા જે ઉદ્યોગપતિએ ગૌચરની જમીન પર કબ્જા કરેલ છે. તો એવા ઉદ્યોગપતિનો પણ ઘેરાવ કરવામાં આવશે. શહેરી વિસ્તારનાં ગૌચર પર જે વેપારી કરણ થયેલ છે સરકાર દ્વારા તો તાત્કાલીક અસરથી ગૌચર ખાલી કરાવી માલધારી સમાજોને એનો પજેશન આપો, અત્યાર સુધીમાં ર૭૦૦ ગામડા ગૌચર વિહોણા બનાવ્યા છે. સરકારે તો જો જે ગૌચર છે તેને સુરક્ષિત કરવામાં  નહીં આવે તો માલધારી સમાજ પાછો નહી પડે, તેવું પણ ઉમેરાયું હતું.  આવેદનમાં વધુમાં ઉમેરાયું હતું કે, આવનારા સમયમાં પ્રદેશ માલધારી સમાજનું એક મહાસંમેલન બોલાવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આજથી જ ગૌચરની જમીન મામલે ગૌચર જમીન પરથી દબાણો દુર કરવા રાજયભરમાં આંદોલન કરાશે. ૧ હજાર ગાયો લઇને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. તેમજ દેવભૂમિ દ્વારકા, સોમનાથ, અંબાજી, બહુચરાજી, ચોટીલા, જૂનાગઢ, કચ્છ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, ભાવનગર સહિત અનેક સ્થળો પર માલધારી સમાજ પર થતા અત્યાચારને લઇને પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. તેમ ઉમેરાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:57 pm IST)