Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

નિકાસકારોના અટવાયેલા IGSTનું હવે તુરંત રીફંડ મળી જશે : ચેમ્‍બર

રાજકોટ તા. ૧ : નિકાસકારોને જીએસટીના આગમન બાદ આઇ.જી.એસટી. રીફંડ મેળવવામાં ખુબ તકલીફ ભોગવવી પડતી હોય આ બાબતે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી તરફથી ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ કેન્‍દ્ર અને રાજયના ચીફ કમિશ્‍નરેટ જીએસટી સમક્ષ સતત રજુઆત કરી હતી.

જે સંદર્ભે ત્‍વરીત ઉકેલ રૂપે કેન્‍દ્રના નાણામંત્રાલય તરફથી તા.૨૯ મે ના નોટીફીકેશન જાહેર કરી જે નિકાસકારોના જીએસટીએન પોર્ટલમાંથી ઇડીઆઇ કસ્‍ટમના પોર્ટલમાં ડેટા ન પહોંચેલ હોય તેને તથા જીએસટીઆર-૩ બી તથા જીએસટીઆર- ૧ ના ડેટા મીસ મેચ થતા હોય તેઓને અરજી કરવાથી તુરંત રીફંડ મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આદેશો કરાયા છે. આમ ચેમ્‍બરની રજુઆતથી નિકાસકારોને રાહત થઇ હોવાનું ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસીયા અને માનદ્દ મંત્રી વી. પી. વૈષ્‍ણવની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(4:56 pm IST)