Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

૭૬ લોકોના નામે મોબાઇલ પર બોગસલોન કૌભાંડમાં ફાઇનાન્‍સ કંપનીના ૩ કર્મચારીની ધરપકડ

સેલ્‍સમેનજર સરફરાઝ હેરન્‍જા એકઝીકયુટીવ મેનેજર રાજેશ ડાંગર અને નીખીલ કુબાવત પાંચ દિવસના રિમાન્‍ડ પર છે

ડી.સી.પી., માલવીયા નગર પો.સ્‍ટે.ના પીઆઇ સ્‍ટાફ તથા ઇન્‍સેટ તસ્‍વીરમાં પકડાયેલા ફાયનાન્‍સ કંપનીના ૩ કર્મચારી નજરે પડે છે (તસ્‍વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧: દોઢસોફુટ રોડ બીગબજાર સામે ઇમ્‍પીરીયલ હાઇટસમાં આવેલી કેપીટલ ફર્સ્‍ટ ફાઇનાન્‍સ કંપનીના ત્રણ કર્મચારી તથા અન્‍ય નવ શખ્‍સોએ મળી ૭૬ લોકોના ડોકયુમેન્‍ટમાં ફોટા બદલાવી મોબાઇલ ફોનની લોન મેળવવાના કૌભાંડમાં માલવીયાનગર પોલીસે ફાઇનાન્‍સ કંપનીના ત્રણ કર્મચારીની ધરપકડ કરી અન્‍ય નવ શખ્‍સોની શોધખોળ આદરી છે.

મળતી વિગત મજબ દોઢસો ફુટ રીંગરોડ પર ઇમ્‍પીરીયલ હાઇટસમાં આવેલી કેપીટલ ફર્સ્‍ટ ફાયનાન્‍સ કંપનીના એકઝીકયુટીવ મેનેજર રાજેશ ચંદુભાઇ ડાંગર, નિખીલ ભાવેશભાઇ કુબાવત અને સેલ્‍સ મેનેજર સરફરાઝ હાજીભાઇ હેરન્‍જાએ બજરંગવાડી શીતલ પાર્કમાં રહેતા તુલેશભાઇ મુકુંદરાય જાની તથા અલગ-અલગ વિસ્‍તારના ૭૬ લોકોના આધારકાર્ડ સહિતના ડોકયુમેન્‍ટ મેળવી ડોકયુમેન્‍ટમાં ફોટા બદલાવી ફાયનાન્‍સ કંપનીમાંથી મોબાઇલ ફોન ઉપર લોન પાસ કરાવી ત્રણેય શખ્‍સો તથા અન્‍ય નવ શખ્‍સો સાથે મળી જુદી-જુદી મોબાઇલ શોપમાંથી મોબાઇલ ફોન મેળવી ફોન બારોબાર વેંચી નાખતા હતા આ મામલે તુલેશભાઇ  મુકુંદરાય જાનીએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ એન.એન.ચુડાસમા તથા રાઇટર પરેશભાઇ, તથા જાવેદભાઇ અને અરૂણભાઇએ સરફરાઝ હેરંજા, રાજેશ ડાંગર, નિખીલ કુબાવત, મનીષ વ્‍યાસ રવિરાજસિંહ રાણા ઉર્ફે રવિ, મીત તન્ના, કીશન કતીરા, હાર્દિક જાડેજા, વસીમ દલવાણી,અર્જુન આહીર, હરકિશન અને મોન્‍ટુ વિરૂધ્‍ધ આઇપીસી ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૪૦૬, ૪ર૦ તથા ૧ર૦ (બી)ની કલમ હેઠળ ગુનો દાખલ કરી ફાઇનાન્‍સ કંપનીના  ફાઇનાન્‍સ કંપનીના સેલ્‍સ મેનેજર સરફરાઝ હાજીભાઇ હેરન્‍જા (ઉ.વ.ર૪), (રહે. કોઠારીયા રોડ ભરતવન સોસાયટી) રાજેશ ચંદુભાઇ ડાંગર (ઉ.વ.રપ) (રહે. ભગવતીપરા મેઇન રોડ પર ચામુંડા પાનની બાજુમાં બંધ શેરીમાં) અનેનીખીલ ભાવેશભાઇ કુબાવત (ઉ.ર૩) (રહે. કોઠારીયા ગામ સ્‍વાતીપાર્કની બાજુમાં મંગલપાર્ક મેઇન રોડ શેરી નં. ૩ બ્‍લોક નં.૩૦/૩)ની ધરપકડ કરી હતી અને ત્રણેય હાલમાં પાંચ દિવસના રિમાન્‍ડ પર છે રિમાન્‍ડ દરમ્‍યાન આ લોન કૌભાંડમાં મનિષ વ્‍યાસ, રવિરાજસિંહ રાણા ઉર્ફે રવી, મીત દિપક, તન્‍ના, કિશન  કતીરા, હાર્દિક હરદેવસિંહ જાડેજા વસીમ જુસબ દલવાણી, અર્જુન આહીર, હરકિશન તથા મોનીસ ઉર્ફે મોન્‍ટુ મૌલેશભાઇ રાડીયા સામેલ હોવાનું ખુલતા તમામની શોધખોળ આદરી છે આ નવ શખ્‍સો અલગ અલગ વિસ્‍તારમાં લોકો ૭૬ લોકો પાસેથી અલગ અલગ સ્‍કીમની લાલચ આપી ડોકયુમેન્‍ટ મેળવી સરફરાઝ, રાજેશ અને નીખીલને આપતા હતા અને ત્રણેય ડોકયુમેન્‍ટમાંફોટો બદલાવી જે લોકોએ ફાયનાન્‍સ કંપનીમાંથી નોકરી છોડી દીધી હોય તેના પાસવર્ડ અને તેના આઈડી ઉપર લોન પાસ કરી લેતા હતા. બાદ અન્‍ય નવ શખ્‍સો જુદી જુદી મોબાઈલ શોપમાંથી મોબાઈલ ફોન લઈને વેચી નાખતા હતા તેની જે રકમ આવે તેમા સરફરાઝને ૫ હજાર તથા રાજેશ અને નીખીલને ૧૫૦૦ - ૧૫૦૦ રૂપિયા મળતા હતા. જે શોપમાંથી આ નવ શખ્‍સોએ મોબાઈલ ફોન લીધા છે તે ફોનના આઈએમઈઆઈ નંબરના આધારે પોલીસ દ્વારા મોબાઈલ કબ્‍જે કરવામાં આવશે.

(4:56 pm IST)
  • આ છાયો પણ મીઠો લાગે!!! : સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજસ્થાન સૌથી વધુ ગરમ રહયું છે. એવામાં અજમેર પાસે ઓવરલોડ ટ્રક નીચે પણ કોઇજાતની ચિંતા કે પરવા વગર સુતા લોકોમાં સુરજના આકરા મીજાજનું રૂપ દેખાઇ રહયું છે. access_time 4:31 pm IST

  • સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ગેસકટરથી બાકોરું પાડીને લાખો રૂપિયાના પાર્સલની ચોરી : સાહગંજ સ્ટેશને ચોરીની જાણ થતા બોગીને સુરત લવાઈ : તપાસ શરૂ : સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ચોરી ગેસ કટરથી બાકોરું પાડી લાખો રૂપિયાના પાર્સલોની ચોરી થયાનું જાણવા મળે છે ટ્રેન સાહગંજ સ્ટેશને પહોંચતા થઇ ચોરીની જાણ થતા ચોરી થયેલી બોગીને સુરત લવાઈ છે આ સમગ્ર મામલે રેલવે પોલીસ તપાસ હાથ ધરશે access_time 1:11 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST