Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સિવિલ હોસ્‍પિટલમાંથી ખાનગી વાહનોને બહાર કાઢવા તબીબી અધિક્ષકના હુકમને પગલે બઘડાટી?

સિક્‍યુરીટી ઇન્‍ચાર્જએ ખાનગી એમ્‍બ્‍યુલન્‍સ રાખનારા તમામને સુચના આપતાં ઉગ્ર બોલાચાલી

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્‍પિટલમાં  આજે ત્રણ ધારાસભ્‍યોએ મુલાકાત લઇ તબિબી અધિક્ષક સમક્ષ દર્દીઓને કોઇપણ જાતની તકલીફો ન પડે તે માટે ખાસ ધ્‍યાન આપવા સુચન કર્યુ હતું અને લાખ્‍ખોની ગ્રાન્‍ટ પણ મંજુર કરી હતી. તેમજ ખાનગી એમ્‍બ્‍યુલન્‍સોનો અને વાહનોનો ખડકલો હોય છે તે બાબતે અને સિક્‍યુરીટી બાબતે પણ ટકોર કરવામાં આવી હતી. દરમિયાન તબિબી અધિક્ષકે સાંજ સુધીમાં હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાંથી તમામ ખાનગી વાહનોને બહાર કાઢવાનો આદેશ કરતાં સિક્‍યુરીટી ઇન્‍ચાર્જ દ્વારા હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં રાખવામાં આવતી એમ્‍બ્‍યુલન્‍સ સહિતના અન્‍ય ખાનગી વાહનધારકોને બોલાવી આદેશનું પાલન કરવા જણાવ્‍યું હતું. આ કારણે એક આગેવાન અને સિક્‍યુરીટી ઇન્‍ચાર્જ વચ્‍ચે ભારે જીભાજોડી થઇ હતી. જો કે ઉપરથી જ હુકમ થયો હોવાનું સિક્‍યુરીટી ઇન્‍ચાર્જ દ્વારા જણાવાવમાં આવતાં આગેવાને પોતે પોતાના સંલગ્ન એમ્‍બ્‍યુલન્‍સ ચાલકોને હુકમનું પાલન કરવા જણાવતાં વાત થાળે પડી હતી. જાણકારોના કહેવા મુજબ ટ્રોમા સેન્‍ટર સામે જાહેરમાં જ ભારે ઉગ્ર બોલાચાલી થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

(4:52 pm IST)