Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વોર્ડ નં.૧૦માં શાંતિ નિકેતન સોસાયટીમાં પેવર રોડનું ખાતમુહુર્ત

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૦ના યુની.રોડ પર આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં પેવર રોડનું ખાતમુહુર્ત પૂર્વ સાંસદ રમાબેન માવાણી તથા રામજીભાઈ માવાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઈ દવે, મહામંત્રી હરેશભાઈ કાનાણી, કાશ્મીરાબેન નથવાણી, વોર્ડના મંત્રી ભાવનાબેન મહેતા તથા સ્થાનીક રહેવાશીઓ ચંદ્રેશભાઈ કક્કડ, રંજનબેન જાની, સંજયભાઈ ભટ્ટ, વંદનાબેન જાની, મહાદેવભાઈ તથા ચેતનભાઈ ખાલપડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:52 pm IST)
  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST

  • બ્લેકમનીની માહિતી આપનારને મળશે 5 કરોડ સુધીનું ઇનામ : કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે : વિગત આપનારનું નામ ગુપ્ત રાખવા કોડ અપાશે : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવી સ્કીમ લાગુ કરી છે જેમાં કાળું નાણુંની માહિતી આપનારને ઇનામ મળશે : સીબીડીટીએ આઇટી ઈન્ફોરમેશન રીવોર્ડસ સ્કીમ જાહેર કરી છે બ્લેકમની અંગે માહિતી આપનારને 5 કરોડ સુધીનું ઈનામ મળશે ફોરેન બ્લેક મની કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે અને આ અંગેની માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા કોડ અપાશે access_time 1:04 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાની આશંકા :હાઇએલર્ટ જાહેર :ગુપ્તચરની સૂચનામાં આત્મઘાતી હુમલાની ભીતિ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ:આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં :શ્રીનગર અને જમ્મુમાં નાકાબંધી વાહનોની તપાસ અને હોટલ ધર્મશાળામાં ચેકીંગ શરુ :શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓમાં સતકર્તા વધારાઈ ;સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 1:06 am IST