Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સોનમ કલોક લી.નો ૧૦.૧૧ કરોડના આઈપીઓ સાથે માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ

સોનમ કલોક દેશની ૩ ટોચની ઘડિયાળ ઉત્પાદક કંપની પૈકીની એક :દરરોજ માત્ર ૧૦ ઘડીયાળના ઉત્પાદનથી શરૂઆત કરેલ : હાલ સોનમ કલોક પાસે કોકાકોલા, એલઆઈસી, બેન્ક ઓફ ઈન્ડીયા જેવા અનેક કોર્પોરેટ ગ્રાહકો શરૂઆતની કલાકોમાં જબરદસ્ત ભરણું

કંપનીના પ્રમોટર શ્રી જયેશભાઈ શાહ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પરિવાર સાથે આવ્યા હતા, તેઓ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સોનમ કલોકની મુંબઈમાં માત્ર ૧૦ ઘડીયાળ (પ્રતિદિનની)ના ઉત્પાદન સાથે પ્રારંભ કરી આજે પ્રતિ દિન ૧૦,૦૦૦ ઘડીયાળોનું જંગી ઉત્પાદન સુધીની યાત્રાના રસપ્રદ વિગતોની આપેલ કરી તે પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે જૈન અગ્રણી મિલન કોઠારી પણ સાથે રહયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૧: ભારતની અગ્રણી હરોળની ઘડિયાળ ઉત્પાદક કંપની, સોનમ કલોક લિમિટેડ ૨૮,૦૮,૦૦૦ શેરનો રૂ.૧૦.૧૧ કરોડના આઈપીઓ સાથે માર્કેટમાં આજે આવી છે. એનએસઈ ઈમર્જ પર લિસ્ટ થનારો આ ઈશ્યુ તા.૧જૂન ૨૦૧૮ના ખુલશે અને તા.૬ જૂન ૨૦૧૮ના બંધ થશે. પ્રતિ શેર ભાવ રૂ.૩૬ છે. જેમાં પ્રતિ શેર ફેસ વેલ્યુ રૂ.૧૦ છે. આ આઈપીઓમાં રિટેલ વ્યકિતગત રોકાણકારો માટે ૧૩,૩૨,૦૦૦ શેર અનામત રાખવામાં આવ્યા છે. જેમાં ન્યુનતમ ખરીદીનો હિસ્સો ૩૦૦૦ શેર છે. તેમજ માર્કેટ મેકર માટે ૧,૪૪,૦૦૦ શેર અનામત રાખવામાં આવ્યા છે. બાકી અન્ય રોકાણકારો માટે ૧૩,૩૨,૦૦૦ શેર રાખવામાં આવ્યા છે.

આ ઈશ્યુ પહેલા કંપનીના ૭૨,૦૦,૦૦૦ શેર હતા, જે ઈશ્યુ પછી ૧,૦૦,૦૮,૦૦૦ શેર થઈ જશે. ઈશ્યુ પછી કંપનીની ચુકવેલી મૂડી રૂ.૧૦.૦૧ કરોડ હશે. ઈશ્યુ પહેલા પ્રમોટરનો હિસ્સો ૧૦૦ ટકા રહેશે જે ઈશ્યુ પછી ૭૧.૯૪ ટકા થશે જયારે પબ્લિકનો હિસ્સો ૨૮.૦૬ટકા રહેશે. આ ઈશ્યુના લીડ મેનેજર હેમ સેકયુરિટીઝ લિમિટેડ છે અને ઈશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ છે. આ ઈશ્યુ દ્વારા ઉભા કરેલા નાણાથી કંપની ચાલુ મુડી  જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ, અસુરક્ષિત લોનની ચુકવણી અને પબ્લિક ઈશ્યુનો ખર્ચ પૂરો કરવા માટે કરશે. તેમ કંપનીની યાદીમાં જણાવાયું છે.

કંપની વર્ષ દર વર્ષ સારા પરિણામો નોંધાવી રહી છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૭માં .કંપનીની આવક રૂ.૩૮.૨૨ કરોડ રહી જે ૩૧ માર્ચ ૨૦૧૭માં રૂ.૩૮.૩૧ કરોડ હતી અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ (૯ મહિના)માં રૂ.૨૭.૧૬ કરોડ હતી જે ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ (૯ મહિના) વેંચાણ કરતા ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના વેચાણમાં ૩૮.૪૩ટકાની આવક વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું EBITDA (કરવેરા તથા અન્ય ખર્ચ બાદ કર્યા પહેલાની આવક ) માર્જિન વર્ષ ૨૦૧૭ (૯મહિના) માં ૧૩.૮૮ ટકા હતી જે વર્ષ ૨૦૧૬-  ૨૦૧૭ માં ૧૧.૩૦ ટકા હતી. પ્રતિ શેર બુક વેલ્યુ વર્ષ ૨૦૧૬- ૨૦૧૭માં રૂ.૧૨.૯૮ હતી જે વર્ષ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭માં રૂ.૧૬.૧૨ થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૧૬- ૨૦૧૭માં કંપનીની કુલ આવકના ૨૨ ટકા અન્ય દેશોમાં નિકાસથી હતી.

૨૦૦૧માં સોનમ કલોક લિમિટેડની સ્થાપના મોરબી, ગુજરાતમાં કરવામાં આવી હતી. કંપનીના પ્રોમોટર શ્રી જયેશભાઈ શાહનો આ ઉદ્યોગમાં ૩૨ વર્ષનો અનુભવ છે અને તેઓએ પાયેથી સંઘર્ષ કરતા કંપનીને આજે ભારતના ટોચના ૩ ઘડિયાળ ઉત્પાદકો પૈકી એક ગણાવી છે. કંપની વિવિધ કલોકનું ઉત્પાદન કરે છે જેમ કે એલઈડી ડિજિટલ કલોક, એલસીડી કલોક, લાઈટ સેન્સર કલોક, પેંડ્યુલમ કલોક, મ્યુઝિકેલ કલોક, રોટેટિંગ પેંડ્યુલમ મ્યુઝિકેલ કલોક, ડિઝાઈનર કલોક, એલાર્મ કલોક, ટેબલ કલોક અને સામાન્ય કલોક. કંપનીની વિવિધ કલોકની હાલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૭૨ લાખ એકમ છે. જયારે કલોક મૂવમેન્ટની હાલની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨૪૦ લાખ એકમ છે.

કંપની ઘડિયાળના ''મૂવમેન્ટ''નું વેચાણ પણ કરે છે. કંપનીના ઉત્પાદનો ભારતભરમાં જોવા મળે છે, સાથે કંપની ૨૭ દેશોમાં પણ પોતાની ઘડિયાળોની નિકાસ કરે છે. કંપનીના કોર્પોરેટ ગ્રાહકોમાં કોકાકોલા, એલઆઈસી, દાલમિયા, ભારત સિમેન્ટ, બેન્ક ઓફ ઈન્ડિયા, આઈડિયા, નિરમા, ક્રોસીન, જોયાલુક્કાસ, વિગેરે છે. કંપની ત્રણ બ્રાન્ડ હેઠળ એની ઘડિયાળોનું વેચાણ કરે છે. જે સોનમ,એએમપીએમ અને લોટસ બ્રાન્ડ છે.

(4:29 pm IST)
  • ખેડૂત આંદોલન : પંજાબમાં રસ્‍તા પર ફેંકાયા શાકભાજી : મંદસૌરમાં દૂધ-શાકભાજી સપ્‍લાય ઉપર પ્રતિબંધ access_time 12:35 pm IST

  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST

  • ભાજપના સાંસદ લીલાધર વાઘેલા ગૂમ : પાટણમાં પોસ્‍ટર લાગ્‍યા : સાંસદ ગૂમ થયાના પોસ્‍ટર થયા વાયરલ : ‘૨૦૧૪ બાદ દેખાયા જ નથી સાંસદ' તેવું લખાણ access_time 4:16 pm IST