Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રવીવારે રાજકોટમાં UPSC પરીક્ષા : તમામ કેન્દ્રોમાં ''જામર'' લગાડાયા....

કુલ ૩૭૮૧ ઉમેદવારોઃ ઉમેદવારોને પરીક્ષા સમયના ૧૦ મીનીટ બાકી હશે ત્યારે એન્ટ્રી નહી અપાયઃ કલેકટર કચેરીમાં કન્ટ્રોલરૂમ :કુલ ર૧૦ના સ્ટાફના ઓર્ડરોઃ સુપરવાઇઝર સિવાય મોબાઇલ-ઇલેકટ્રોનિક ઉપકરણ કેન્દ્રમાં લઇ જવાની મનાઇ... :એસટી તંત્ર - સીટી બસ તંત્રને રવીવારે સમયસર બસો દોડાવવા કલેકટર રાહુલ ગૂપ્તાનો આદેશ

રાજકોટ તા. ૧ : આગામી રવીવારે તા.૩ જુનના રોજ રાજકોટમાં સતત ચોથા વર્ષે IAS-IPS-IRS થવા માંગતા ઉમેદવારો માટે UPSC ની પરીક્ષા લેવાશે, આ માટે કલેકટરને સુકાન સોંપાયું હોય જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

સાધનોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કુલ ૧૬ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે, કુલ ૩૭૮૧ ઉમેદવારો પરીક્ષા આપશે, કલેકટર કચેરીમાંં પૂરવઠાની ઓફીસમાં સ્પે. કન્ટ્રોલરૂમ રખાયો છે, જેના નંબર (ર૪૭૬૮૯૧) છે. તથા સ્ટ્રોગરૂમ પણ કલેકટર કચેરીમાં ઉભો કરાયો છે.

પરીક્ષા કેન્દ્રોમાં સવારે ૯ાા અને બપોરે રાા એમ બે સેશનમાં પરીક્ષા લેવાશે, ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના સમયના ૧૦ મીનીટ બાકી હશે ત્યારે એન્ટ્રી નહી મળે તે પહેલા એન્ટ્રી લ લેવાની રહેશે, સવારે ૯-૩૦ પહેલા અને બપોરે ર-ર૦ પહેલા એન્ટ્રી લેવાની રહેશે, કેન્દ્રમાં સુપરવાઇઝ સિવાય કોઇપણ ઉમેદવાર કે અન્યો મોબાઇલ કે અન્ય ઇલેકટ્રોનીક ઉપકરણો લઇ નહી જઇ શકે.

આ ઉપરાંત દરેક કેન્દ્રોમાં અંદર-બહાર તંત્ર દ્વારા ભેલ કંપનીના જામર લગાવી દેવાયા છે, જેથી કરીને મોબાઇલ દ્વારા કોઇ ગેરરીતી ન કરી શકે.

કલેકટર દ્વારા પરીક્ષા સંર્દભે કુલ ર૧૦ના સ્ટાફના ઓર્ડર કરાયા છે, જેમાં દરેક કેન્દ્ર ઉપર એક સ્પે. ઓફીસર, એક સુપરવાઇઝર અને અન્ય ૧૬૭ નો સ્ટાફ રહેશે. આ ઉપરાંત કલેકટર અને એડી.કલેકટર તથા ડે.કલેકટરો દ્વારા ખાસ ચેકીંગ થશે, એ અલગથી  કલેકટરે રાજકોટ એસટી તંત્ર અને કોર્પોરેશન સીટી બસ સેવાને રવીવારે સમયસર દોડાવવા ખાસ આદેશો કર્યા છ, બસો મોડી ન પડે અને ગામડેથી આવતા કોઇપણ ઉમેદારને રાજકોટ પહોંચવામાં કોઇ તકલીફ ન પડે તે જોવા ખાસ તાકીદ કરાઇ છે.

(4:28 pm IST)