Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વોર્ડ નં.૧૦માં શહિદ ભગતસિંહ ઉદ્યાનમાં પેવરબ્લોકનું ખાતમુહુર્ત

રાજકોટઃ વોર્ડ નં.૧૦ યુનીર્વસીટી પર આવેલ શહિદ ભગતસિંહ ગાર્ડન ફરતે પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત મેયર જૈમનભાઈ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, યુવા મોરચાના કુલદિપસિંહ જાડેજા, રઘુભા વાઘેલા, બલરાજ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)