Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રઘુનંદન સોસાયટીના સિંધી પ્રૌઢે ઉંદર મારવાની દવા ગટગટાવી

પત્નિ અને સાસુ હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: પોપટપરાની રઘુનંદન સોસાયટી-૧માં રહેતાં અશોકભાઇ મુલચંદભાઇ જીગીયાસી (ઉ.૫૦) નામના સિંધી પ્રૌઢે ઉંદર મારવાની દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

અશોકભાઇના કહેવા મુજબ પોતે પરચુરણ ચીજવસ્તુનું વેંચાણ કરી ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં બે પુત્રી અને બે પુત્રી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પત્નિ ઇંજના અવાર-નવાર તેણના માતા જશોદાબેન પાસે જતી રહે છે. આ કારણે ઝઘડા થાય છે. પત્નિ અને સાસુ બંનેની કનડગતથી કંટાળીને દવા પી લીધી હતી.

(4:13 pm IST)
  • યુપીઃ નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માનો બફાટ : સીતાજીનો જન્‍મ ટેસ્‍ટ ટયુબ બેબી થકી થયો હતો : મહાભારત-રામાયણ કાળમાં લાઇવ ટેલીકાસ્‍ટથી લઇને ટેસ્‍ટ ટયુબ બેબી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો access_time 4:57 pm IST

  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST

  • સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ગેસકટરથી બાકોરું પાડીને લાખો રૂપિયાના પાર્સલની ચોરી : સાહગંજ સ્ટેશને ચોરીની જાણ થતા બોગીને સુરત લવાઈ : તપાસ શરૂ : સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ચોરી ગેસ કટરથી બાકોરું પાડી લાખો રૂપિયાના પાર્સલોની ચોરી થયાનું જાણવા મળે છે ટ્રેન સાહગંજ સ્ટેશને પહોંચતા થઇ ચોરીની જાણ થતા ચોરી થયેલી બોગીને સુરત લવાઈ છે આ સમગ્ર મામલે રેલવે પોલીસ તપાસ હાથ ધરશે access_time 1:11 pm IST