Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસ સામે દરરોજ સાંજે સુત્રોચ્‍ચાર

ખીરસરા તા ૦૧ :  ગ્રામીણ ડાક સેવકની અચોકસ મુદતની દેશ વ્‍યાપી હડતાલ ચાલી રહેલ છે જેમાં રાજકોટ હેડ પોસ્‍ટ ઓઃીસે ધારણાનો કાર્યક્રમ ૨૯ થી ૩૧ ત્રણ દિવસનો રાખવામાં આવેલ મેટોડા જી.આઇ.ડી.સી ની બ્રાંચ પોસ્‍ટ ઓફિસ, પડધરી બ્રાંચ  પોસ્‍ટ ઓફિસ, સરધાર બ્રાંચ પોસ્‍ટ ઓફિસસ ના જી.ડી.એસ. ગ્રામીણ ડાક સેવક ભાઇ જોડાયેલ. આ હડતાલ સફળ બનાવવા જી.ડી.એસ. (એનએફપીઇ) યુનિયન સેક્રેટરી જેન્‍તીભાઇ સોરઠીયા, પ્રમુખ બી.એમ. દવે માધાપર ખોડુભા જાડેજા તેમજસી.એચ.કયુ. ન્‍યુ દિલ્‍હી એઆઇપીઇ વર્કિગ પ્રેસીડન્‍ટ શરદભાઇ સરવૈયા પી-૪ ડિવિઝનલ સેક્રેટરી કે.બી. ચુડાસમા, પી-૩ દામજીભાઇ ચાવડા વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે અને રોજ સાંજે હેડ પોસ્‍ટ ઓફિસે સુત્રોચાર કરવામાં આવે છે.

 

(12:32 pm IST)
  • ભાજપના સાંસદ લીલાધર વાઘેલા ગૂમ : પાટણમાં પોસ્‍ટર લાગ્‍યા : સાંસદ ગૂમ થયાના પોસ્‍ટર થયા વાયરલ : ‘૨૦૧૪ બાદ દેખાયા જ નથી સાંસદ' તેવું લખાણ access_time 4:16 pm IST

  • દેશમાં ફોરેન્સિક પ્રયોગશાળાના અભાવે દરવર્ષે 13,000 બળાત્કારના કેસની તપાસ થઇ શકતી નથી : મહિલા અને બાલ કલ્યાણમંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે અપરાધની તપાસમાં સૌથી નબળું પાસું ફોરેન્સિક છે અને દેશની મુખ્ય ફોરેન્સિક પ્રયોગશાળામાં વર્ષે 160થી ઓછા મામલાની તપાસ થાય છે access_time 1:18 am IST

  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST