Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વાઈલ્‍ડ લાઈફ ફોટોગ્રાફી-પ્રવાસન-સ્‍વાદિષ્‍ટ ભોજનના શોખીન અનુપમસિંહ ગેહલોતની ધર્મ પ્રત્‍યેની આસ્‍થા પણ જબરદસ્‍ત

અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, અજીતકાકા, નિમિષભાઈ ગણાત્રા તથા પરિવાર સાથે અનેકવિધ સંસ્‍મરણો વાગોળી એક અનેરા વ્‍યકિતત્‍વની પણ આપી ઓળખ : અકિલા કાર્યાલયના અતિથિ બની શુભેચ્‍છા મુલાકાતે આવેલ પોલીસ કમિશ્નરશ્રીએ અકિલા પરિવાર સાથે મનભરીને કરી અંતરની વાતો

રાજકોટઃ અકિલા પરિવાર સાથે આત્‍મીય નાતો ધરાવતા શહેરના લોકપ્રિય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત ગઈ સાંજે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતા. શ્રી ગેહલોતે અકિલા પરિવારના મોભી આદરણીય કિરીટભાઈ ગણાત્રા, સરળ વ્‍યકિતત્‍વના માલિક તંત્રી શ્રી અજીત કાકા તથા અકિલા પરિવારના યુવા ધરોહર-એકઝીકયુટીવ એડિટર નિમિષભાઈ ગણાત્રા તથા પરિવાર સાથે પારીવારીક વાતાવરણમાં વિસ્‍તૃત મુલાકાત કરી હતી. આ મુલાકાત ટાણે ધાર્મિકવૃતિ ધરાવતા અને વાઈલ્‍ડ લાઈફ ફોટોગ્રાફી તથા સ્‍વાદિષ્‍ટ ભોજન અને પર્યટનના શોખીન પોલીસ કમિશ્નર શ્રી ગેહલોતે પોલીસ તંત્રમાં તેમની ફરજ દરમિયાનના યાદગાર અને હેરતભર્યા સંસ્‍મરણો વર્ણવીને તેમના મુખ્‍ય ત્રણ શોખ અંગે પેટભરીને વાતો કરી હતી. અકિલા કાર્યાલયની આ મુલાકાત ટાણે પોલીસ કમિશ્નરશ્રીનું એક અનોખુ અને અનેરૂ વ્‍યકિતત્‍વ જાણવા મળ્‍યુ હતું. ધર્મમય રીતે સક્રિય રહેવા છતા કાયદો અને વ્‍યવસ્‍થા અંગે સતત ચિંતિત રહીને ચુસ્‍ત ફરજ બજાવવાના આગ્રહી તથા ફુરસદના સમયમાં વાઈલ્‍ડ લાઈફની ફોટોગ્રાફી કરી ઉમદા તસ્‍વીરો ખેંચવાની એક પણ તક તેઓ  જવા દેતા નથી.  તસ્‍વીરમાં અકિલા પરિવારના અજીતકાકા તથા કિરીટભાઈ ગણાત્રા સાથે ચર્ચામાં મશગુલ પોલીસ કમિશ્નરશ્રી નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં અકિલાના વેબ એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા, કિરીટકાકા સાથે અનુભવો વર્ણવી રહ્યા છે. બાજુમાં લાક્ષણીક અદામાં શ્રી ગેહલોત નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં અકિલા પરિવારના કુ. ધન્‍વીએ પોલીસ કમિશ્નર શ્રી ગેહલોતને આવકારી ફુલહારથી સ્‍વાગત કર્યુ તે નજરે પડે છે. બાજુમાં અકિલાનુ મુખ્‍ય આકર્ષણ છે તે રાજકોટ મેઈડનું સંપૂર્ણ સ્‍વદેશી આધુનિક મશીન અંગે નિમિષભાઈ પાસેથી વિગતો જાણી રહેલા અનુપમસિંહ ગેહલોત નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં પારીવારીક માહોલમાં લંબાણભરી શુભેચ્‍છા મુલાકાત બાદ વિદાય લેતી વેળાએ ભાવુકતા સાથે મુલાકાત પૂર્ણ થઈ રહી હતી તે નજરે પડે છે. અંતિમ તસ્‍વીરમાં શ્રી નિમિષભાઈ ગણાત્રા મુલાકાત બદલ પોલીસ કમિશ્નરશ્રીનો આભાર માની આવજો કહી પ્રવેશદ્વાર સુધી વળામણા કર્યા તે નજરે પડે છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(12:31 pm IST)
  • બ્લેકમનીની માહિતી આપનારને મળશે 5 કરોડ સુધીનું ઇનામ : કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે : વિગત આપનારનું નામ ગુપ્ત રાખવા કોડ અપાશે : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવી સ્કીમ લાગુ કરી છે જેમાં કાળું નાણુંની માહિતી આપનારને ઇનામ મળશે : સીબીડીટીએ આઇટી ઈન્ફોરમેશન રીવોર્ડસ સ્કીમ જાહેર કરી છે બ્લેકમની અંગે માહિતી આપનારને 5 કરોડ સુધીનું ઈનામ મળશે ફોરેન બ્લેક મની કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે અને આ અંગેની માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા કોડ અપાશે access_time 1:04 pm IST

  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી : ગુજરાતમાં ૧૦ જુન આસપાસ ચોમાસાની સતાવાર જાહેરાત થઈ શકે access_time 4:19 pm IST

  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST