Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

‘અર્નીંગ વીથ લર્નીંગ' સુત્ર ચરિતાર્થ કરતો ફૈઝલ બેલીમ : ગાયત્રી એકેડેમીનું પ્રેરક કાર્ય

રાજકોટ તા.૧ : ગાયત્રી એકેડેમી ફોર ધ ડેફ રાજકોટના વિદ્યાર્થી ફૈઝલ બેલીમ ધો.૧૦ પછી ઉચ્‍ચ અભ્‍યાસ માટે  ઇચ્‍છા કુટુંબની આર્થીક નબળી પરિસ્‍થિતીના કારણે મુંજવણ અનુભવી રહ્યો હતો. તે દરમિયાન ગાયત્રી એકેડમી દ્વારા ‘અર્નીંગ વીથ લર્નીંગ' સુત્ર મુજબ વ્‍યવસ્‍થા કરી અપાતા ફૈઝલ સવારે શાળામાં અભ્‍યાસ કરવા જતો અને બપોર બાદ કામ કરી આર્થીક ઉપાર્જન કરવા લાગ્‍યો. માતા પિતા પાસેથી મદદ લેવાને બદલે ઉલ્‍ટાની પરિવારને મદદ કરવા લાગ્‍યો. ફૈઝલની જેમ અનેક દિવ્‍યાંગોને મોલ સહીતના વ્‍યાપારીક સંકુલમાં રોજગારી અપાવવામાં ગાયત્રી એકેડેમી (મો.૯૩૨૭૫ ૨૮૫૪૬) એ મહેનત ઉઠાવી હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

 

(12:21 pm IST)