Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

લીલી સાજડીયાળીના રમેશભાઇએ રાજકોટ આવી આજીડેમના બગીચામાં ઝેર પી લીધું

કાકા વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેની હેરાનગતિથી કંટાળ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: તાલુકાના લીલી સાજડીયાળી ગામના રમેશભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.૪૦) નામના ચમાર યુવાને  રિક્ષા મારફત રાજકોટ આવી આજીડેમ ચોકડી પાસેના બગીચામાં જઇ ઝેર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. પોતાના કાકા અને તેના દિકરાઓ દ્વારા થતી હેરાનગતિથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનો આક્ષેપ તેણે કર્યો હતો.

રમેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે એકાદ માસ પહેલા તેને કાકા બધાભાઇ સાથે માથાકુટ થતાં તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. આ મનદુઃખને કારણે કાકા સતત પોતાને હેરાન કરતાં હોઇ તેનાથી કંટાળી જતાં ઝેર પી લીધું છે. આજીડેમ પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:46 am IST)
  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST

  • યુપીઃ નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માનો બફાટ : સીતાજીનો જન્‍મ ટેસ્‍ટ ટયુબ બેબી થકી થયો હતો : મહાભારત-રામાયણ કાળમાં લાઇવ ટેલીકાસ્‍ટથી લઇને ટેસ્‍ટ ટયુબ બેબી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો access_time 4:57 pm IST

  • ખેડૂત આંદોલન : પંજાબમાં રસ્‍તા પર ફેંકાયા શાકભાજી : મંદસૌરમાં દૂધ-શાકભાજી સપ્‍લાય ઉપર પ્રતિબંધ access_time 12:35 pm IST