Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ ઘરબેઠા તબીબોનું માર્ગદર્શન મેળવોઍ જરૂરીઃ ડો. દુષ્યંત ગોંડલીયા

IMA અને રોટરી કલબના સહયોગથી શરૂ કરાયેલ ટેલીકન્સલટેશન : દર્દીઓ હેરાન ન થાય ઘરબેઠા જરૂરી માર્ગદર્શન મળી રહેશે : ડો. પ્રફુલ કામાણી : ૩પ૦ વધુ કોરોનાના દર્દીઓઍ લાભ લીધોઃ વિજયભાઇ રૂપાણીઍ પણ તબીબોની પીઠ થાબડી

રાજકોટ તા. ૧: વર્તમાન કોરોના મહામારીના સંકટ સમયે ઇન્ડીયન મેડીકલ ઍસોસીઍશન-રાજકોટ દ્વારા રોટરી કલબના સહયોગથી ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ કરવામાં આવેલ ટેલી કન્સલટેશન પ્રોજેકટને લોકોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીઍ પણ રાજકોટના તબીબોના લોક ઉપયોગી પ્રયાસોની સરાહના કરી છે. અત્યારના સતત તાણના સમયે લોકોને શકય ઍટલાં વધુ મદદ રૂપ બની લોકોને ઘર બેઠા જરૂરી તબીબી માર્ગદર્શન પુરૂ પાડી તેમની ચિંતા દુર કરવાનો અમારો પ્રયાસ હોવાનું ઇન્ડીયન મેડિકલ ઍસોસીઍશન-રાજકોટના પ્રમુખ કમાણી અને સેક્રેટરી ડો. દુષ્યંત ગોîડલીયાની ઍક સંયુકત યાદીમાં જણાવાયું છે.

વર્તમાન કોરોના મહામારીમાં છેલ્લા ઍક વર્ષ જેવા સમયથી સતત લોકો ભયના વાતાવરણમાં જીવે છે, છેલ્લા ઍકાદ મહિનાથી તો કોરોનાઍ કહેર મચાવ્યો છે. અસંખ્ય લોકો કોરોના પોઝીટીવ થઇ રહ્ના છે. અને સારવાર માટે આમ-તેમ દોડી રહ્ના છે. અમારા અભ્યાસ પ્રમાણે મોટા ભાગના કોરોના પોઝીટીવ દર્દીને હોમ કોરોન્ટાઇન દ્વારા સારવારથી જ સારૂ થઇ શકે ઍમ છે. પણ લોકો ઘાંઘા થઇ ગયા છે. આવા સમયે અમો તબીબો લોકોની ચિંતા હળવી કરવા પ્રયાસ કરતા હતાં તેમાં રોટરી કલબ-રાજકોટનો સહયોગ મળ્યો અને ગુજરાતમાં સૌ પ્રથમ ઍવા ટેલી કન્સલટેશન પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવ્યો છે. રોટરી કલબના અમિનેષભાઇ રૂપાણી, તપનભાઇ ચંદારાણા, દિવ્યેશભાઇ અઘેરા, ઇન્ડીયન મેડીકલ ઍસોસીઍશનના ગુજરાતના પ્રમુખ ડો. દેવેન્દ્ર પટેલ, સેક્રેટરી ડો. કમલેશ શૈની, આઇ.ઍમ.ઍ.-હેડ કવાર્ટર ઉપપ્રમુખ ડો. વિજય પોપટ, ગુજરાત મેડિકલ કાઉન્સીલના ચેરમેન ડો. નીતીન વોરા, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલન અને પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અનિલ નાયક, પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખો સર્વશ્રી ડો. બીપીન પટેલ, ડો. મહેન્દ્ર દેસાઇ, ડો. યોગેન્દ્ર મોદી, ડો. મનસુખ કાનાણી, ડો. ભરત ત્રિવેદી, ડો. અતુલ પંડયા, આઇ.ઍમ.ઍ.ગુજરાતના પૂર્વ પ્રમુખ ડો. ભુપેન્દ્ર શાહ સહિત વરિષ્ઠ તબીબો અને રોટરી કલબના આગેવાનોની વર્ચુઅલ હાજરીમાં તાજેતરમાં ગુજરાતમાં પ્રથમ રાજકોટ ખાતે ટેલી કન્સલટેશન પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો. જેનો દરરોજ ૩પ૦ થી વધુ લોકો આ પ્રોજેકટનો લાભ લઇ ઘર બેઠા યોગ્ય માર્ગદર્શન - સારવાર મેળવી રહ્ના છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજકોટના તબીબોના આ પ્રોજેકટની સરાહના કરવામાં આવી છે.

ડો.જય ધિરવાણીઍ જણાવ્યું છે કે કોરોનાના આ વખતેના ટ્રેન્ડમાં નાના બાળકોથી લઇ પરીવારના વડીલો સુધીના આખા પરીવારો કોરોના સંક્રમીત થતા હોવાનું દેખાય છે. આખો પરીવાર કોરોના પોઝીટીવ હોય ત્યારે સારવાર માટે દર્દીને લઇને હોસ્પીટલ જવા માટે કે વિવિધ રીપોર્ટ કરાવવા માટે જે તે વ્યકિતને અનેક અગવડ ઉભી થતી હોય છે. જો કે મોટા ભાગના દર્દીને યોગ્ય માર્ગદર્શન મળે તો હોમ આઇશોલેશનમાં જ તેને સારૂ થઇ જતુ હોવાનું અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે. ઍટલે રાજકોટના તબીબોઍ લોકોને ઘર બેઠા જ કોરોના માટે યોગ્ય માર્ગદર્શન સારવાર સલાહ મળીરહે ઍવું આયોજન કર્યુ છે. રોટરી કલબ રાજકોટના સહયોગથી અમોઍ મેડીકલ ક્ષેત્રે નવો કન્સેપ્ટ કે અત્યારના સમયમાં જરુરી પણ છે. ઍવો ટેલી કન્સલટેશન પ્રોજેકટ હાથ ધર્યો છે.

આ પ્રોજેકટ અંતર્ગત કોરોના પોઝીટીવ આવેલ દર્દી કે જેમને સામાન્ય લક્ષણ છે તેઓ હેલ્પ લાઇન નંબર  ૯૦પ૪૧ ૬૦૬૬૧-૬ર-૬૩-૬૪  અને ૬પ આ પાંચ નંબર પર કોલ કરી પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે. સવારના ૯ થી ર અને બપોરના ૩ થી પ દરમિયાન જે દર્દી આ નંબર પર કોલ કરશે ઍટલે તબીબી ક્ષેત્રેના જાણકાર વ્યકિત તેમની વિગત નોîધી લેશે. આ કામગીરી માટે આયુર્વેદનો અભ્યાસ કરતા ૧૦ જેટલા વિદ્યાર્થી મોડરેકટર તરીકે સેવા આપે છે.

આઇઍમઍના સેક્રેટરી ડો. દુષ્યંત ગોîડલીયાઍ જણાવ્યું છે કે ટેલી કન્સલટેશન પ્રોજેકટ હેઠળ હોમ કોરોન્ટાઇન દર્દીને યોગ્ય માર્ગદર્શન હુંફ આપવામાં આવે છે. આ હેલ્પ લાઇન પરથી હોસ્પીટલની બેડ, ઍમ્બ્યુલન્સ, ઇન્જેકશન વગેરે માહીતી ઉપલબ્ધ નથી. ફકત હોમ કોરન્ટાઇન દર્દીને રાજકોટના સિનીયર તબીબોના જ્ઞાનનો લાભ મળે ઍ જ અમારો હેતુ છે. અને લોકો સામાન્ય લક્ષણો હોય ત્યારે આમ તેમ દોડાદોડી કરી કોરોના સંક્રમણ ફેલાવે નહી અને પોતે પણ વધુ મુશ્કેલીમાં મુકાય નહી ઍ માટે ઘર બેઠા તબીબનું માર્ગદર્શન મેળવે ઍ જરૂરી છે.

ડો. પારસ ડી. શાહના જણાવ્યા અનુસાર ટેલી કન્સલટેશન પ્રોગ્રામ અંતર્ગત દરરોજ સવારના ૯ થી ર અને બપોરના ૩ થી પ ડો. રશ્મી ઉપાધ્યાય અને ડો. ઍમ. કે. કોરવાડીયાની આગેવાનીમાં ફેમીલી ફીઝીશ્યન ઍસોસોઍશનના વરિષ્ઠ તબીબો ડો. પ્રદિપ કરકરે, ડો. વી. આર. ત્રાંબડીયા, ડો. પ્રવિણ બુધ્ધદેવ, ડો. સી. વી. અજમેરા, ડો. જી. ઍન. પટેલ, ડો. જયદિપ અંતાણી, ડો. નરસીભાઇ સાપોવાડીયા, ડો. સુનિલ ટોલીયા, ડો. વિનય વૈશ્નવ, ડો. પિનાકીન ઉપાધ્યાય, ડો. આર. ઍસ. પંડયા, ડો. આર. આર. પાનેલીયા, ડો. લક્ષ્મણ ચાવડા સહિતના સીનીયર તબીબો સેવા આપે છે. ઍસોસીઍશન ઓફ ફિઝીશ્યન ઓફ રાજકોટના પ્રમુખ ડો. પ્રશાંત ત્રિવેદી, પૂર્વ પ્રમુખ ડો. સંજય ભટ્ટ, સેક્રેટરી ડો. પારસ ડી. શાહની આગેવાનીમાં રાજકોટના સીનીયર ફીઝીશ્યનો સર્વશ્રી ડો. રાજેશ તેલી, ડો. પોપટાણી, ડો. ઍલ. પી. ગણાત્રા, ડો. ચંદારાણા, ડો. ટી. કે. ઍમ. ઇશ્વર, ડો. ભરત પારેખ, ડો. વિનોદ તન્ના, ડો. દૂધાત્રા, ડો. કિરીટ દેવાણી, ડો. સુશિલ કારીયા, ડો. કીરીટ શુકલા સહિત બાવન જેટલાં તબીબો સેવા આપે છે.

ઈન્ડીયન મેડિકલ ઍસોસીઍશન-રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોઍન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી ડો. દુષ્યંત ગોîડલીયા, ટેલી કન્સલટેશન પ્રોજેકટના ચેરમેન ડો. જય ધીરવાણી, પ્રોજેકટ કો. ઓર્ડીનેટર ડો. રશ્મી ઉપાધ્યાય, ડો. મનહર કોરવાડીયા, ડો. પારસ ડી. શાહ, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. હેતલ વડેરા, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. સંજય ભટ્ટ, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. અમીત અગ્રાવત, ડો. તેજસ કરમટા સહિત તબીબોની ટીમ આ પ્રોજેકટ માટે કાર્યરત છે. મેન્ટર તરીકે પેથોલોજીસ્ટ અને આઈ.ઍમ.ઍ.ના પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, ડો. ભાવિન કોઠારી, ડો. અમિત હપાણી, ડો. ચેતન લાલસેતા, ડો. કીર્તિ પટેલ, ડો. હિરેન કોઠારી, ડો. દિપેશ ભાલાણી સહિત સિનીયર તબીબોનું માર્ગદર્શન મળી રહ્યા છે. રોટરી કલબના અમિનેષભાઈ રૂપાણી, તપનભાઈ ચંદારાણા, દિવ્યેશભાઈ અઘેરા સહિતની ટીમ દ્વારા સંપૂર્ણ સહયોગ મળી રહ્ના છે. આઈ.ઍમ.ઍ.ના મિડીયા કો. ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.

ટેલી કન્સલટેશન હેલ્પ લાઇન નંબર સમય સવારે ૯ થી ર, સાંજે ૩ થી પ

૯૦પ૪૧ ૬૦૬૬૧

૯૦પ૪૧ ૬૦૬૬ર

૯૦પ૪૧ ૬૦૬૬૩

૯૦પ૪૧ ૬૦૬૬૪

૯૦પ૪૧ ૬૦૬૬પ

(4:43 pm IST)