Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પોરબંદર કોવિડ હોસ્પિટલ માટેના રેમેડેસીવીર ઇન્જેકશનોના જથ્થા માટે રામભાઇ મોકરીયાએ ગાંધીનગરથી વ્યવસ્થા કરી આપી

પોરબંદર તા. ૧ :.. કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટેના રેમેડેસીવીર ઇન્જેકશનનો જથ્થો નહીં આવતા સાંસદ રામભાઇ મોકરીયાએ રેમેડેસીવીર ઇન્જેકશન માટે ગાંધીનગરથી વ્યવસ્થા કરીને રેમેડેસીવીર ઇન્જેકશન જથ્થો મોકલી આપેલ હતો.

કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે રેમેડેસીવીર ઇન્જેકશનનો જથ્થો નહીં હોવાથી અનેક દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા અને હોસ્પિટલમાં ડોકટરશ્રી મોઢાએ ૪-પ દિવસ જેવો સમય રેમેડેસીવીર ઇન્જેકશન આવતા થશે તેવું જણાવ્યું હતું. તે અંગે એડવોકેટ નલીનભાઇ કકકડનું કોઇએ ધ્યાન દોરતા તેમણે સાંસદ રામભાઇ મોકરીયાને જાણ કરી હતી સાંસદ રામભાઇએ  તાત્કાલીક ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગને સુચના આપીને પોરબંદરમાં કોરોનાના દર્દીઓ હેરાન થાય નહીં તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવ્યુ હતું. ગાંધીનગરથી જ આરોગ્ય વિભાગની સુચના મળતા રેમેડેસીવીર ઇન્જેકશનનો જથ્થો પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. રામભાઇ મોકરીયાએ પોરબંદર આવીને પણ જુદા-જુદા આગેવાનો સાથે ચર્ચાઓ કરીને લોકોની સમસયા જાણી હતી અને કલેકટર સાથે બેઠક કરીને હોસ્પિટલમાં દર્દીઓને કોઇ પ્રકારની હેરાનગતિ વેઠવી નહીં તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

(3:59 pm IST)