Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સતત બે દાયકાથી ત્રંબાના સ્મશાનમાં નિઃસ્વાર્થ સેવા આપતાં મુળજીભાઇ ખુંટ

રાજકોટઃ કોરોના કાળમાં ત્રંબા ગામના સમાજ સેવક મુળજીભાઇ ખુંટ છેલ્લા વીસ વર્ષથી સ્મશાનમાં વિનામુલ્યે સેવાકાર્ય કરી રહ્યા છે. મુળજીભાઇ અગાઉ સરપંચ પદે પણ રહી ચુકયા છે. સ્મશાનમાં સતત સેવાકાર્યમાં રત મુળજીભાઇ તેમના સગા કુટુંબીના અવસાન થાય તો તેમાં પણ હાજરી આપી શકતાં નથી. ત્રંબાથી જી. એન. જાદવના જણાવ્યા મુજબ મુળજીભાઇ છેલ્લા વીસ વર્ષથી તેઓ અવિરત અંતિમવિધીના સેવાકાર્યમાં જોડાયેલા છે. સ્મશાનમાં અગ્નિદાહ માટે જરૂરી લાકડા પણ તેઓ જાતે શોધી લાવે છે. કોઇનું પણ અવસાન થયું હોઇ અને અંતિમવિધી માટે નિષ્પ્રાણ દેહ આવવાનો હોય તો એ પહેલા જ મુળજીભાઇ તમામ તૈયારી કરી રાખે છે.

(3:53 pm IST)