Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પોરબંદરમાં કોરાનાથી મૃત્યુ માટે જવાબદાર બેદરકાર અધિકારીઓ રહેશેઃ રામભાઇ મોકરિયા

કોરાનાનું સંક્રમણ વધતા રામભાઇએ કલેકટર સહિત અધિકારીઓની ખબર લીધીઃ ઓકસીજનના પુરવઠા માટે મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક ચર્ચા કરી

પોરબંદર તા. ૧ : શહેરમાં કોરાનાનું સંક્રમણ વધતુ જતું હોય તે સામે સાંસદ રામભાઇ મોકરિયા સજાગ થઇને પોરબંદર કલેકટર સહિત અધિકારીઓની ખબર લઇ નાખી હતી અને તમામને જણાવી દીધુ કે પોરબંદરમાં કોરાનાથી એકપણ મૃત્યુ થયું તો તેના માટે જવાબદાર બેદરકાર અધિકારી રહેશે.

સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવેલ કે પોરબંદરમાં કોરાના સંક્રમણ વધ્યું છે અને બીજીબાજું સરકારી હોસ્પિટલમાં સિવિલ સર્જને કલેકટરની સુચનાથી હોસ્પિટલમાં બેડ ફુલ હોય દર્દીઓની સારવાર થશે નહી તેવું હોસ્પિટલમાં બેનર માર્યુ હતું ત્યારે તેમણે કલેકટર ડી.એન. મોદીને ફોન કરીને કડક સુચના આપીને આ પ્રકારે બેનર લગાડાતું નથી ડોકટરોની અછત હોય તો એમ. બી. બી. એસ. ડોકટરોને પણ કામે લગાડીને દર્દીઓની સારવાર કરાવવી જોઇએ પરંતુ દર્દી હેરાન થવો જોઇએ નહી. તેવી સુચના રામભાઇ મોકરીયાએ કલેકટરન ેઆપી હતી.

સાંસદ રામભાઇ-મોકરિયાએ પોરબંદરમાં કોરાના પરિસ્થિતિ વધુ કપરી બની હોય યોગ્ય વ્યવસ્થા માટે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.  પોરબંદરમાં પુરતો ઓકસીજન પુરવઠો આપવા રામભાઇ મોકરીયાએ મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી રામભાઇએ પોરબંદર કોવિડ હેલ્થ એસોસીએશનને ર,પ૧ લાખનું અનુદાન પણ આપ્યું હતું.

(3:52 pm IST)