Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પીપળો ૨૪ કલાક ઓકિસજન આપે

ઓકિસજનનો ભારેખમ બાટલો ભરાવવા જાવો પડે : ૧૦ કિલોના ૪૦૦ રૂ. બે દિવસ ચાલે : ફેફસા હરતી ફરતી રોજના ૨૦૦ રૂ. બચાવતી ઓકિસજન ફેકટરી

ઋષિમુનિઓની હજારો વર્ષ પહેલાની વિચાર ધારા

હવાની અંદર પ્રાણવાયુ-ઓકસીજન રહેલો છે.જે જીવન જીવવા માટે જરૂરી છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરી ઓકસીજન આપે છે. વૃક્ષોમાં જીવ છે. અને ભારતમાં સૌથી વધારે પૂજાતું વૃક્ષ પીપળો ૨૪ કલાક ઓકિસજન આપે છે. આ બધું જ આપણા ઋષિમુનિઓ(વૈજ્ઞાનિક) જાણતા હતા.જમીન,પાણી અને હવામાં કોઈપણ પ્રકારનું પ્રદુષણ ફેલાઇ નહી તેનું ઋષિઓ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવતું હતું. તેનું ઉદાહરણ મહાભારતના યુદ્ઘ વખતે જોવા મળે છે. જયારે અશ્વત્થામા અને અર્જુને સામ સામે બ્રહ્મા સ્ત્ર છોડ્યા ત્યારે વેદવ્યાસના કહેવાથી અર્જુને બ્રહ્મા સ્ત્ર પાછું વાળી લીધું. પરંતુ અવસ્થામાં પાછું વાળી શકયો નહિ.ત્યારે વેદ વ્યાસે અસ્વસ્થામાના બ્રહ્મા સ્ત્રને રોકીને કહેલ કે મુર્ખ આ રીતના શ સ્ત્રો છોડવાથી પૃથ્વીનું પર્યાવરણ દૂષિત થઈ જાય છે. આવા તો ઘણા બધા ઉદાહરણો રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે.

ઓકિસડન્ટ ઇવેન્ટ

  વૈજ્ઞાનિકોના મત પ્રમાણે પૃથ્વીની ઉત્પતિ થઈ ત્યારે પૃથ્વી ઉપર ઓકિસજન હતો નહીં અમુક બેકટેરિયા દ્વારા ઓકિસજન બનાવવાની શરૂઆત થઈ જેને ગ્રેટ ઓકિસજન ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.ત્યારબાદ વૃક્ષોની ઉત્ત્।પતી પછી ઓકિસજન બનવાની શરૂઆત થઈ.

પૃથ્વીનું વાયુમંડળ

આવર્તક કોષ્ટકમાં ૮ માં સ્થાન ઉપર ઓકિસજ રહેલો છે. ઓકિસજનના બે પરમાણુ માંથી અણુ બનીને બનેલો ઓકિસજન ગેસ જે પૃથ્વી ઉપર ત્રીજા નંબરનું સૌથી વધારે પ્રમાણ ધરાવતું તત્વ છે. પૃથ્વીના વાયુમંડળમાં સ્વતંત્ર રીતે મળી શકે છે.

ઓકિસજન રંગહીન,ગંધહીન આને સ્વાદ હીન હોય છે. ઓકિસજનના ત્રણ પરમાણુથી ઓઝોન વાયુનું નિર્માણ થાય છે. આપણે જાણીએ છીએ કે સૂર્યમાંથી આવતાં ઘાતક કિરણોને રોકી રાખીને ફિલ્ટર જેવું કામ આપે છે. તેથી પૃથ્વીના વાતાવરણમાં ઓકસીજનનું અતિ મહત્વ છે.

પૃથ્વીના વાતાવરણની અંદર ૨૧% ઓકિસજન ૭૮%નાઈટ્રોજન અને બાકીના બધા ગેસ ૧%ની અંદર આવી જાય છે.હવાનું પર્યાવરણ દૂષિત થતા ઓકિસજનનું પ્રમાણ ઘટે છે.અને નુકસાન કરતા ઝેરી વાયુઓનું પ્રમાણ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં આપણા ફેફસાને પણ હવામાંથી ઓકિસજનને છૂટો પાડવામાં તકલીફ પડે છે.જેનુ ઉદાહરણ દિલ્હીનું દુષિત વાયુ પ્રદુષણ છે. કોઈપણ પ્રકારના વાહન કે ફેકટરીની મશીનરીની સમાયંતરે સર્વિસ કરીયે છીએ તેને સાફ સુથરી રાખવી પડે છે. જો આમ ન કરીએ તો મશીનરી કે આપણા વાહનો ખરાબ થઈ જાય છે.અને સારી એવરેજ પણ આપતા નથી. વળી પ્રદૂષણ પણ વધારે ફેલાવે છે.

ફેફસા ઓકિસજન બનાવતી કુદરતી ફેકટરી

આપણે આપણા શરીરના કુદરતી ફેકટરી જેવા અવયવોની બાબતમાં શરીરના અવયવોને સાફ સુથરા અને કાર્યક્ષમ રાખવા માટે કોઈપણ પ્રકારના યોગા કે વ્યાયામ કરતા નથી. ઊલટાનું ખરાબ ખાણી-પીણી અને વ્યસનો કરીને શરીરના તમામ અવયવોને ઝડપથી ખરાબ કરી નાખીએ છીએ.તેથીજ અવનવા રોગો થાય છે.

ઘરની અંદર આપણે રોજ સાવરણીથી કચરો કાઢીયે છીએ જો મહિનામાં એકાદ વખત દિવાલના ઉપરના ખૂણાઓમાં સાવરણી ન ફેરવીએ તો ત્યાં ખુણામાં બાવા બાજી જાય છે. એવી જ રીતે અનુલોમ વિલોમ,ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા આપણા શરીરની અંદર આવેલા એર બેગ જેવી રચના ધરાવતા આશરે સવા કિલો વજનના ફેફસાના દરેકે દરેક ખૂણાને દરરોજ સાફ સુથરા રાખવા જોઈએ.જેથી ફેફસાનો પૂરેપૂરો ભાગ કામ કરી શકે. ફેફસાંની કાર્યક્ષમતા વધી જવાથી ફેફસા પૂરતા પ્રમાણમાં ઓકિસજન બનાવી શકે. લોહીનું શુદ્ઘિકરણ ઝડપી અને સારું થાય. ફેફસા પૂરતા પ્રમાણમાં ઓકિસજન ન બનાવી શકે તો બહારથી વેન્ટિલેટર દ્વારા કૃતિમ ઓકિસજન પૂરો પાડવો પડે છે. હાલમાં કોરોનાની ખરાબ પરિસ્થિતિમાં આપણે આ જોઈ રહ્યા છીયે. આપણું મગજ,હૃદય અને લિવર ઓકિસજનનો સૌથી વધારે ઉપયોગ કરે છે. સમગ્ર શરીરમાં લગભગ ૬૫ ટકા જેટલો ઓકિસજન હોય છે. ઘણી વખત ઓકિસજન ઘટી જવાથી બ્રેન હેમરેજ કે હાર્ટ એટેક આવી શકે છે. ડાયાબિટીસના દર્દીઓમા સ્યુગર એકાએક વધી જાય છે. પાણીમાં ઓકિસજનનું પ્રમાણ વધારે હોય છે.એટલે જ ડોકટરો વધારેમાં વધારે પાણી પીવાની સલાહ આપે છે.

ફેફસાની સર્વિસ માટે યોગા

  આખા દિવસમાં આશરે ૨૨ હજાર જેટલા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ અને આશરે સાત કિલોગ્રામ જેટલી હવા ફેફસામાં દાખલ કરીએ છીએ જે લોકો સ્વસ્થ છે અને ઓકિસજનના બાટલા લઈ ઓકિસજન મેળવવા માટે લાઇનમાં ઊભા છે.તે લોકોએ પોતે જયાં બેઠા હોય કે લાઈનમાં ઊભા હોય ત્યાં પણ ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ જ રાખીને પોતાના ફેફસા મજબૂત બનાવવા જોઈએ. આ ક્રિયા આડે દિવસે તો કરવી જ જોઈએ.

કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોએ કરવા જેવું કામ

જે લોકો કોરોનામાથી બહાર નીકળી સ્વસ્થ થયા છે. તેવા લોકોએ નિયમિત યોગા તરફ વળીને પોતે એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવો જોઇએ.જેથી લાંબા ગાળે હવામાં ઓકિસજનનું પ્રમાણ જળવાઈ રહે પરીણામે ઓકિસજન બનાવતી ફેકટરીઓની કાર્યક્ષમતા પણ વધી શકે. એટલા પ્રમાણમાં ઈલેકટ્રીકસીટી ઓછી વપરાય અને એટલા પ્રમાણમાં વાયુનુ પ્રદુષણ પણ ઘટે.ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ આવી નાની નાની બાબતો અંતે મોટું કામ કરી આપે છે.જેથી આપણી આવતી પેઢી આપણને તિરસ્કારના સ્વરૂપમાં ન જોવે.

તો ચાલો મિત્રો વ્યશનો ઓછા કરી પતંજલિ,રામદેવજી બાબાના યોગાને અનુસરીને શરીરના બધા જ અવયોની કાર્યક્ષમતામાં વધારો કરવાનો સંકલ્પ કરીએ.જેથી કરીને હોસ્પિટલમાં બેડ માટે,ઓકિસજન લેવા માટે, અને અંતમાં સ્મશાનની અંતિમક્રિયાની લાઈનમાં ઊભુ રહેવુ ન પડે.અને સરકારી તંત્રોને દોષ દેવામાંથી મુકિત ઉંઇ મળી જશે.

મેડીકલ ઓકિસજન વિષે

મોટી મોટી ફેકટરી અને સ્ટીલ ફેકટરીમાં ઓકિસજન માટેના પ્લાન્ટ હોય છે. પ્લાન્ટ હવાનુ શોષણ કરીને તેમાંથી ઓકિસજન બનાવે છે.સાથે સાથે નાઇટ્રોજન અને આર્ગોન ગેસ પણ બનેછે. નાઇટ્રોજન ગેસ વેફરની કોથળીમા હવા ભરવામાં કામ આવે છે.જયારે આર્ગોન ગેસ ટીગ વેલ્ડીંગમાં વપરાય છે. દોઢ મીટર લાંબા ચાર વ્યકિત ઉપાડી શકે તેવો ભારેખમ બાટલામાં આશરે ૧૦ કી.ગ્રામ ઓકિસજન હોય છે.જે વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીને આશારે અઢી દિવસ ચાલે છે. એટલે. હાલના સમયમાં મેડિકલ ઓકિસજનની ખૂબ જ જરૂરિયાત રહે છે.

પ્રયોગશાળામાં પણ ઓકસીજન બનાવી શકાય છે જે અસુધ્ધ હોય છે આ ઓકિસજન દર્દીને આપી શકાતો નથી.

અત્યારના મુશ્કેલ સમયમાં આટલું તો જરૂર કરીએ જ (૧)બંને નાકમાં ઘી લગાડીએ(૨)ગળામાં વીકસની ગોળી રાખીએ તથા રોલર બામ પણ ભેગું રાખીયે (૩)ડબલ માસ્કનો ઉપયોગ કરીએ (૪)શકય હોય તો મેડિકલ સ્ટોર પરથી મળી જતું આશરે સો રૂ. નુ પ્લાસ્ટિકનું ફેઇસ શિલ્ડ પણ વાપરીએ.(૫)નાસ લેવાનું ઇલેકટ્રીક મશીન સાથે રાખીએ(૫) ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો (૬) સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ(૭) સરકારી તંત્રોને સાથ અને સહકાર આપીએ.

અશ્વિન ભુવા

મો. ૯૪૨૮૮૮૯૫૬૦

(2:50 pm IST)