Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ગુરૂકુળમાં ૬૦ દર્દીઓ સાજા : દર્દીમાં ભગવાન હોવાના ભાવ સાથે સેવા કરવા દેવકૃષ્ણ સ્વામીનો ઉપદેશ

પ્રભુસ્વામી સહિતના સંતોના આશીર્વાદ સાથે વિદાય : કેન્દ્રમાં ૨૦૦ બેડની વ્યવસ્થા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, ગોંડલ રોડ ખાતે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી ૨૦૦ બેડની ક્ષમતા સાથેનું કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યું છે. સાજા થતા દર્દીઓને શ્રી પ્રભુ સ્વામી અને અન્ય સંતો તથા સ્વયંસેવકોએ વિદાય આપેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧ : દીન દુખીને સંકટના સમયે સહાયરૂપ થવાના ભગવાન  સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ અનુસાર ગુરૂવર્ય મહંત સ્વામી  દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને આશીર્વાદ સાથે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ કોવિડના દર્દીઓની સેવા કરી રહેલ છે.

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર છાત્રાલયના બિલ્ડિંગમાં ૨૦૦ દર્દી આઇસોલેશનમાં રહી શકે તેવી સુવિધા  સંતવલ્લભ દાસજી સ્વામી , પૂર્ણપ્રકાશ દાસજી સ્વામીએ કરી રહ્યા છે. તારીખ ૧૯ એપ્રિલથી આઇસોલેશન થયા બાદ ૬૦ દર્દીઓ સાજા થયા છે. આ દર્દીઓને હસતે મુખે પોતાના ઘેર પહોંચાડેલ. આઈસોલેશનમાં મિનીમમ ૮ થી ૧૪ દિવસ સુધી રહેવાની જરૂર પડતી હોય છે.

વિશેષમાં તેઓશ્રીએ કહ્યું હતું કે ગુરૂકુળના વરિષ્ઠ કાર્યકર્તા સુરેશભાઈ મારડિયા, ડાયાભાઈ વૈષ્ણવ વગેરેના માર્ગદર્શન અનુસાર યુવા સ્વયંસેવકો શ્રીકાંત તન્ના, હરેશ ખોખાણી, ભાર્ગવ ગીનોયા તેમજ દર્દીઓને જમાડવાની વ્યવસ્થા પરેશભાઈ ટોપિયા, નવનીતભાઈ માખેસણા , વેલજીભાઈ હીરપરા વગેરે દર્દીઓને બે ટાઈમ ચા-પાણી અને ત્રણ ટાઈમ તેમની રૂચિ પ્રમાણે જમવાનો તેમજ દરેક દર્દીઓને વિટામિન-સી ની ખાસ જરૂર પડતી હોય છે ત્યારે મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી કહેલું કે ફ્રુટ જયુસ વગેરે પણ પૂરતા પ્રમાણમાં આપવું.  દર્દીએ નારાયણ છે અને એમાં ભગવાન રહેલા છે એવી શુભ ભાવના સાથે આપણે સેવા કરવી. અત્યારે સંતોના રાજીપાથી પણ વિશેષ એમનો રાજીપો આપણા માટે આશીર્વાદરૂપ છે.   જેથી હરિપ્રિય સ્વામી તથા શ્રુતિ સ્વામીના માર્ગદર્શન અનુસાર લીંબુનું શરબત, મોસંબીનુ જયૂસ, અનાનસનું જયુસ,  નાળિયેર પાણી વગેરે દર્દીઓને આપવામાં આવે છે.

ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોકટર અલ્પેશભાઈ વઘાસીયા , ડો. કુણાલભાઈ થડેશ્વર, ડો.  માકડીયા કુલદીપભાઈ  નિસ્વાર્થભાવે સેવા આપી સંતો અને દર્દીઓનો રાજીપો મેળવી રહેલા છે.  એમની મદદમાં ૧૦ જેટલા પેરામેડિકલ સ્ટાફ દર્દીઓને જરૂરી દવા તેમજ સમયે સમયે ઓકિસજનનું લેવલ, બીપી સુગર ચેક કરવું ટેમ્પરેચર જોવું, નાસ લેવરાવવો, યોગા કસરત કરાવી, થેરાપી વગેરેની જેને જરૂર હોય તેને આપી રહેલા છે.

આ પ્રસંગે આજે આઇસોલેશનમાંથી સાજા થયેલા દર્દીઓને વિદાય આપતા શ્રી પ્રભુ સ્વામી એ સૌને અહીંયા સ્વામિનારાયણ ગુરૂકુળમાં કે બીજી જગ્યાઓમાં દર્દીઓની સેવા કરવાનુ કહેલું અને કહ્યું કે ભગવાનનુ ભજન કરજો સુરક્ષિત રહે જો, ભગવાને તમને સાજા કર્યા છે એમનો આભાર માનજો. બધાને ઘેર જવા માટે ગુરૂકુળનીએમ્બ્યુલન્સ તૈયાર રાખેલી છે.

(2:43 pm IST)