Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બેટીના પુલ પાસેથી ૧.૬૯ લાખનો દારૂ ભરેલી કાર સાથે રાજકોટના ઇમુ અને હમલો પકડાયા

એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ હેરભા અને મનહરસિંહની બાતમી પરથી પીઆઇ એમ. સી. વાળા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧: એરપોર્ટ પોલીસની ટીમે અમદાવાદ રાજકોટ હાઇવે પર બેટી નદીના પુલ પાસેથી ૧,૬૯,૨૦૦નો દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સને પકડી લીધા છે.

પીએઅસાઇ એચ. આર. હેરભા અને કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમીને આધારે કારને અટકાવી તલાશી લેતાં અંદરથી રૂ. ૧,૬૯,૨૦૦નો વિદેશી દારૂનો જથ્થો મળતાં તે તથા પાંચ હજારનો મોબાઇલ ફોન અને એક લાખની જીજે૦૩ડીડી-૪૨૫૦ નંબરની કાર કબ્જે કરવામાં આવી હતી.

પોલીસે બે શખ્સો ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે આવાસ યોજના કવાર્ટર૬/૧૩૦૦માં રહેતાં ઇમરાન ઉર્ફ ઇમુ ઇકબાલભાઇ બેલીમ (ઉ.૨૯) તથા દૂધ સાગર રોડ સાબીર એપાર્ટમેન્ટ સામે ભગવતી સોસાયટી-૨માં રહેતાં હમીદ ઉર્ફ હમલો ઇસ્માઇલભાઇ ગડળ (ઉ.૨૬)ની ધરપકડ કરી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ. આર. હેરભા, હેડકોન્સ. યોગેન્દ્રભાઇ ચોૈહાણ, હેમતભાઇ તળાવીયા, કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, દિવ્યરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(12:17 pm IST)