Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

હે રામ! શબવાહીની ન મળી, માલવાહકમાં સ્વજનના મૃતદેહને અવ્વલ મંજિલે પહોંચાડવા લઇ જવાયો

કોરોના મહામારીએ લોકોને અનેક રીતે મજબૂર કરી દીધા છે. શહેરમાં એમ્બ્યુલન્સ, શબવાહીની કોરોના દર્દીઓ માટે સતત વ્યસ્ત રહેતી હોઇ આજે એક પરિવારના સ્વજનનું અવસાન થતાં તેમના મૃતદેહને અવ્વલ મંજીલે પહોંચાડવા શબવાહીની ન મળતાં માલવાહક વાહન એવા છોટાહાથીમાં સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. કોરોના અંતર્ગતના જાહેરનામાને કારણે કોરોના સિવાયના કારણોથી અવસાન પામનાર વ્યકિતની અંતિમયાત્રામાં પણ વીસથી વધુ લોકો જોડાઇ શકતાં નથી.  લક્ષ્મીનગરમાંથી નીકળેલી સ્મશાન યાત્રા મવડી સ્મશાન તરફ જવા નીકળી તેમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ જોડાઇ શકયા હતાં. મહામારીએ લોકોની ખુશીઓ છીનવી લીધી છે, તહેવારો છીનવી લીધા છે, રીતિરિવાજોને પોતાના પંજામાં જકડી લીધા છે...કાળા માથાના માનવીને અનેક રીતે મજબૂર કરી દીધો છે. મહામારીનો અંત કયારે આવશે એ તરફ સોૈની મીટ છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:53 am IST)