Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

સુર્યનમસ્કાર, યોગા અને જીમનાસ્ટીક સ્પર્ધા સંપન્ન

રાજકોટ : પુજા હોબી સેન્ટર તથા વર્લ્ડ યોગા સેન્ટરના સંયુકત ઉપક્રમ બાલભવન ખાતે સૂર્ય નમસ્કાર યોગા અને જીમનાસ્ટીક-૨૦૧૯ કોમ્પીટીશનનું આયોજન કરાતા ૨૫૦ થી વધુ બાળકો, યુવાનો, વડીલોએ ભાગ લીધો હતો. જુનાગઢ, જામનગર, ધોરાજી, સુદાનથી સ્પર્ધકો આવેલ. જેમાં ૪ વર્ષથી નાના પ્રથમ અઢીયાએ ૧૭૦ સુર્યનમસ્કાર કરી બતાવેલ તો ૬૦ વર્ષથી વધુ વયના ૭ વડીલે ૩૦૦ થી વધારે સુર્યનમસ્કાર કર્યા. યોગા કોમ્પીટીશનમાં પણ આવો જ જુસ્સો જોવા મળ્યો હતો. સાંજે ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવેલ. જેમાં વય ગ્રુપ પ્રમાણે પ્રથમ, દ્વીતીય, તૃતીય વિજેતાઓને મેડલ, ઇનામો અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કમીટી મેમ્બર્સ દીપુબેન, ડો. પુજા રાઠોડ, હાર્દીકભાઇ, અર્જુનભાઇ, સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી. આ તકે ઉપસ્થિત ડો. નીખીલ ગેરીયા, ડો. નીરજ ભાવસાર, ડો. પૂજા રાઠોડ, અશોકભાઇ ગાંધી, ડી. સી. પટેલ, પ્રવિણભાઇ રાઠોડ, મનહરસિંહ ગોહીલના હસ્તે વિજેતાઓને મેડલ એનાયત કરાયા હતા.

(4:11 pm IST)