Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને એમ.પીમાંથી લોધીકા પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા.૧: લોધીકાની ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને એમ.પી.માંથી પોલીસે ઝડપી લીધો હતો.

 લોધીકા પોલીસ મથકના ચોરીના ગૂન્હાનો આરોપી મુકેશ ઇન્દ્રપાલસિંગ ખેંગાર રહે સફીટોલા ચોરેહી ૧ ચીતહાર મોડ તા.  મજગાવ થાના મજગાવ જી સતના (મધ્યપ્રદેશ) વાળો દોઢેક મહિનાથી નાસતો ફરતો હોઇ જેને પકડવા માટે રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાની સુચના મુજબ ડીવાયએસપી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ લોધીકા પો.સ્ટે.ના પીએસઆઇ એચ.પી. ગઢવી તથા પીએસઆઇ જે.યુ. ગોહિલ સહિત પોલીસ સ્ટાફને મધ્યપ્રદેશ સતના જિલ્લા ખાતે મોકલી આરોપીને ઘરેથી પકડી પાડી લોધીકા પો.સ્ટે.ખાતે લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળ તપાસ પીએસઆઇ જે.યુ. ગોહિલનાઓ ચલાવી રહ્યા છે.

(11:42 am IST)