Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

માતાએ ૭ હજારવાળો મોબાઇલ ફોન લેવાની ના પાડતાં દિકરીએ ઝેર પીધું

કાલાવડના ખડધોરાજી ગામનો બનાવ

રાજકોટ તા. ૧: કાલાવડના ખડધોરાજી ગામે ક્રિષ્‍ના રાણાભાઇ શિયાળ (ઉ.વ.૧૭)એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

બનાવ અંગે કાલાવડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ક્રિષ્‍ના બે ભાઇની એકની એક નાની બહે છે. પિતા રાણાભાઇના કહેવા મુજબ મુળ ભાવનગરના ઝાંઝમેરના વતની છે અને હાલ ખડધોરાજી ખેતર વાવવા રાખ્‍યું છે. દિકરીને સાત હજારવાળો મોબાઇલ ફોન લેવો હતો. પણ માતા રૂડીબેને હાલમાં બે હજારવાળો ફોન લઇ લેવા અને આવતા વર્ષે મોંઘો ફોન લેવાનું કહેતાં તેણીને માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું

(1:43 pm IST)