Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

દારૂ અને બીયરના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર જાવીદ ઉર્ફે જાવલાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

અગાઉ આઇસરમાંથી ૧.૩૯ લાખનો દારૂ અને ૧.૩૬ લાખો બીયરનો જથ્થો ક્રાઇમ બ્રાંચે કબ્જે કર્યો'તો

રાજકોટ તા. ૧ :.. આઇસરમાંથી ઝડપાયેલા દારૂ અને બીયરના જથ્થાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચે હોસ્પિટલ ચોક પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા તથા તાલુકા પોલીસ મથકના એન. ડી. ડામોર, હેડ કોન્સ. મયુરભાઇ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, કુલદીપસિંહ,  સંજયભાઇ, શકિતસિંહ, પ્રદીપસિંહ, યોગીરાજસિંહ તથા જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કુલદીપસિંહ, પ્રદિપસિંહ અને નગીનભાઇને મળેલી બાતમીના આધારે સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી જાવીદ ઉર્ફે જાવલો ઉર્ફે આદીમાનવ હનીફભાઇ સોઢા (ઉ.ર૬) (રહ. ભગવતીપરા શેરી નં. ૯ તથા પોપટપરા)ને પકડી લીધો હતો જાીવદ દારૂ અને બીયરના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર હતો તે અગાઉ બે વર્ષ પહેલા હત્યા અને મારા મારીના ગુનામાં પણ પકડાઇ ચેકયો છે.

(4:10 pm IST)