Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટ જિલ્લામાં ૧.પ લાખ લોકોને રસીકરણઃ લક્ષ્યાંક પ૦% સિધ્ધ

રાજકોટ તા. ૧ :.. રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન વેગ પકડી રહ્યુ છે. કોરોના યોધ્ધાઓ અને સામાન્ય નાગરીકો સહિત લક્ષ્યાંકિત કુલ ર,૦૭,ર૩૬ પૈકી અત્યાર સુધીમાં ૧,૦પ,રપ૦ લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. પ૦.૭૯ ટકા લક્ષ્યાંક સિધ્ધ થયો છે. ૧ર૦૦ લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ અપાઇ ગયો છે.

જિલ્લામાં આરોગ્ય ચકાસણી અને સારવાર માટે ૪૩રપ ફરી રહ્યા છે. દરરોજ સરેરાશ પ૩ર૪ ઓપીડી થઇ રહી છે. વહીવટી તંત્ર દ્વારા આજે કોરોનાલક્ષી કામગીરીની આંકડાકીયા માહિતી જાહેર કરી છે.

(4:05 pm IST)