Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ધુળેટીના દિવસે થયેલી માથાકુટનો ખાર રાખી દેવરાજભાઇ પરમાર પર ૪ શખ્સોનો હુમલો

ન્યુ દોઢસો ફુટ રોડ લક્ષ્મીના ઢોરે બનાવઃ કીશોર કબીરા અમીત કબીરા, વીપુલ કબીરા અને ગુડો કબીરા સામે ગુનો

રાજકોટ તા.૧ : ધુળેટીના દિવસે રંગે રમતી વખતે ગાળો બોલવા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી ન્યુ દોઢસો ફુટ રોડ પર લક્ષ્મીના ઢોરે યુવાન પર ૪ શખ્સોએ હુમલો કરતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ કાલાવડ રોડ ન્યુ દોઢસો ફુટ રીંગરોડ પર લક્ષ્મીના ઢોરે રહેતા દેવરાજભાઇ મોતીભાઇ પરમાર (ઉ.૩ર) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં લક્ષ્મીના ઢોરે રહેતા કીશોર કબીરા, અમીત કબીરા, વીપુલ કબીરા, અને ગુડો કબીરાના નામ આપ્યા છે. દેવરાજભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે પટોળાનું વણાટ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે પોતે છાસ લેવા માટે ઘરની બહાર એકલા જતા હતા ત્યારે પોતાને બે દિવસ પહેલા ધુળેટીના દિવસે પોતાની સામે રહેતા કિશોર, તેના દીકરા અમીત, વિપુલ સાથે રંગ રમવા બાતે જેમ ફાવે તેમ પાણી ઉડાડતા હોઇ અને ગાળો બોલતા હોઇ જેથી પોતે તેને ના પાડતા પોતાને માથામાં મારી લીધીલ હતું. જે ઝઘડાનો ખાર રાખી ગઇકાલે પોતાને  કિશોર લાકડાના ધોકા વડે માથાના ભાગે તથા તેના બંને પુત્ર અમીત અને વિપુલે તથા ગુડાએ ધોકા તથા ઢીકાપાટુનો માર મારી ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી દેકારો બોલતા આસપાસના લોકો ભેગા થતા ચારેય ભાગી ગયા હતા બાદ પોતાને ૧૦૮ મારતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ એસ.એમ. ખોરાણીએ તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)