Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રૂ. ૪૨૩૦ કરોડના બિઝનેસમાં ઇન્કમટેકસ અને કાયદાકીય જોગવાઈઓ પહેલાનો રૂ. ૯૩ કરોડનો નફો કરતી રાજબેંક

કોરોનાની વેશ્વિક મહામારીના સમયમાં પણ રાજબેંકનું વધુ એક ઉત્કૃષ્ટ પરિણામ : બેંક પાસે રૂ. ૨૬૩૭ કરોડની ડીપોઝીટ અને રૂ. ૧૫૯૨ કરોડનું ધિરાણઃ રૂ. ૫૩૩ કરોડનું માલિકીના ભંડોળ અને રૂ. ૧૫૦૭ કરોડનું રોકાણઃ ચેરમેન જગદીશ કોટડીયા અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરા : રાજબેંકની માલીકીની મુડી ૨૧ ટકા કરતાં વધુ, ૧૩૧ કરોડની શેરમુડી, ૨૧ વર્ષમાં રૂ.૭૦૬ કરોડ કરતા વધુ નફો, બેંકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રુા.૧૦ લાખ, બેંકની કુલ ૨૭ શાખાઓ જે પૈકી ૧૬ શાખાઓ માલીકીની, બેંકે ૨૧ કરોડનો એડવાન્સ ઇન્કમટેકસ ભર્યો

રાજકોટઃ રાજબેંકના હુલામણા નામે ઓળખાતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. દ્વારા વિવિધ કપરી પરિસ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. રાજબેંક દર વર્ષે ૩૧મી માર્ચના રોજ નાણાકીય પરિણામોની જાહેરાત કરે છે અને આ પરંપરા જાળવી રાખીને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પરિણામોની ઘોષણા બોર્ડની મીટીંગમાં કરવામાં આવી છે. રાજબેંકના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના જણાવ્યા અનુસાર રાજબેંકના મેનેજમેન્ટની કુનેહ, સભાસદોના અવિરત વિશ્વાસ અને કર્મચારીઓના ટીમવર્કને પરિણામે બેંકે પુરા થયેલ નાણાકીય વર્ષમાં ૪૨૩૦ કરોડ રુપિયાના બિઝનેસમાં ઈન્કમટેકસ અને કાયદાકીય જોગવાઈઓ પહેલાનો ૯૩ કરોડ રુપિયાનો નફો કર્યો છે. બેંક પાસે રૂ. ૫૩૩ કરોડ રુપિયાના માલિકીના ભંડોળ છે. આ ઉપરાંત ૨૬૩૭ કરોડ રુપિયાની ડીપોઝીટ અને ૧૫૯૩ કરોડનું ધિરાણ પણ છે. બેંકે કુલ ૧૫૦૭ કરોડ રૂપિયાનું સરકાર માન્ય રોકાણ પણ કર્યું છે. ગ્રાહકોની સેવામાં કોરોનાની ગાઈડલાઈન્સ અનુસાર કોરોનાથી બચવા માટેના સરકારી નિદેશોનું પાલન કરવામાં આવતુ હોવાનું યાદીમાં જણાવાયું છે.

 બેંકના સીઈઓના કહેવા પ્રમાણે રાજબેંક એ કોઈ વ્યકિત આધારીત નહી પરંતુ સીસ્ટમ્સ આધારીત બેંક છે અને આ બેંકની સફળતાનો મુખ્ય શ્રેય બેંકના ૩ લાખ કરતા વધુ ડીપોઝીટ ખાતેદારો +  ૮૦ હજાર જેટલા સભાસદો +  ૬ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોનો બેંક પરત્વેનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડીરેકટર્સની બેક તેમજ સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ સામાજીક ઉત્તરદાયિત્વની ભાવના અને સાથો સાથ ૨૪૨ નિષ્ઠાવાન કોરોના વોરીયર સમા સાથી કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી છે તેવું જણાવેલ.

 રાજબેંક માટે પણ આ નાણાકીય વર્ષ અનેક ચઢાવ-ઉતારવાળુ રહેલું છે તેમાં પણ ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોરોનાને લીધે પણ બેંકનું ગ્રોસ એનપીએની ટકાવારી વ્યાજબી મર્યાદામાં જાળવી રાખી નેટ એનપીએ અડધા ટકા કરતા પણ ઓછું કરી શકેલ છે અને આવી પરિસ્થિતિઓમાં પણ રાજબેંકે ગત વર્ષે કરેલ ૮ ૧. કરોડના નફાની સામે ચાલુ નાણાકીય વર્ષમાં ઈન્કમટેકસ અને કાયદાકીય જોગવાઈઓ પહેલાનો રૂ।. ૯૩ કરોડનો નફો કરેલ છે.

 શેર કેપીટલના મહત્વને રાજબેંકના મેનેજમેન્ટે ખૂબ જ કાળજી પૂર્વક ધ્યાને લઈ ભવિષ્યમાં પણ જ્યારે શેર મુડી વધારવાને લગતા કોઈપણ નવા નિયમો સહકારી બેંકો માટે લાગુ પડે અથવા તો ભવિષ્યમાં બેકનુ એન.પી.એ.નુ પ્રમાણ ખૂબ જ વધી જાય તો તેને પહોંચી વળવા માટે રાજબેકની શેર મુડી આજની તારીખે પણ સક્ષમ છે. રાજબેંકની માલિકીની મૂડી ૨૧ % કરતા વધુ છે જેમા રૂ. ૧૩૧ કરોડની શેરમુડીનો પણ સમાવેશ થાય છે.

 બેંકનાં શેર હોલ્ડરોને કાયદા અને પેટા નિયમની મર્યાદાને ધ્યાનમાં રાખી બેંક છેલ્લાં ૩૮ વર્ષથી બેંક દ્રારા નફાકારકતા તેમજ કાયદાની મર્યાદાને ધ્યાને રાખીને નિયમોનુસારનું ડીવીડન્ડ ચુકવે છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ૬ નાણાકીય વર્ષમાં બેંક દ્વારા રૂ. ૯પ કરોડ કરતા વધુનું ડીવીડન્ડ જે તે વર્ષના નફામાંથી ચુકવી આપેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં પણ આર.બી.આઈ.ની માર્ગદર્શીકાને આધીન ડીવીડન્ડની જરુરી રકમ ફાળવવા બાબતે આગામી વર્ષમાં ઓડીટેડ બેલેન્સ સીટ થયે આ અંગેની ચર્ચા કરી કાયદાની મર્યાદામાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

બેંકે છેલ્લા ૨૧ વર્ષમાં રૂ. ૭૦૬ કરોડ કરતા વધુ ૨કમનો નફો કરેલ છે. જે પરત્વે રૂ. ૧૯ ૦ કરોડ રૂપિયાનો ઈન્કમટેકસ પણ ચુકવેલ છે.

 વર્ષ ૨૦૦૧ની સાલમાં બેકની કુલ ડીપોઝીટ રૂ. ૧૫૨ કરોડની હતી જે ડીપોઝીટ છેલ્લા ૨૦ વર્ષમાં રૂ. ૨૪૮૫ કરોડ કરતા વધુ રકમના જંગી વધારા સાથે ડીપોઝીટ રૂ।. ૨૫૩૭ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેકની ડીપોઝીટમાં ગત વર્ષની સરખામણીમાં સામાન્ય ઘટાડો થયેલ છે તેમ છતાં બેંકની casa ડીપોઝીટનું પ્રમાણ ૩૫ % કરતા વધુ casa ડીપોઝીટ જાળવી રાખવામાં બેક સફળ થયેલ છે.

 બેંકના મંજુર થયેલા પેટા નિયમો તેમજ વખતોવખતના કાયદાને આધીન થાપણદારોને બેકના શેર હોલ્ડર બનાવવામાં પણ બેકે પાછી પાની કરેલ નથી જેના ફળ સ્વરુપે બેંકના કુલ શેર હોલ્ડર પૈકી ૮૦ % જેટલા શેર હોલ્ડરો બેંકના ડીપોઝીટર છે. ડીપોઝીટરની પાંચ લાખ રૂપિયાની ડીપોઝીટ DICGC નાં વખતો વખતનાં લાગુ પડતા નિયમોને આધિન વિમાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે તેમજ DICGCનાં વખતો વખતનાં નિયમોને આધિન ૩ વ્યકિતનાં એક કુટુંબ માટે આયોજન બધ્ધ રીતે ડીપોઝીટ સુરક્ષિત કરવા માટેનું સુંદર આયોજન પણ કરી આપવામાં આવે છે. સ્થાપના કાળથી આજ દિવસ સુધી બેકે ક્યારેય કોઈપણ જાતનું કરજ લીધેલ નથી.

 બંેક દ્વારા કરેલ કુલ રોકાણના ભાવમાં ભવિષ્યમાં થનાર વધઘટ સામે બેક દ્વારા પૂરતી જોગવાઈ કરેલી છે. છેલ્લા ૨૧ વર્ષમાં રોકાણની લે-વેચ થકી બંેકે રૂ. ૭૪ કરોડથી વધુનો નફો કરેલ છે. બેકનું સરકાર માન્ય જામીનગીરીમાં રોકાણ + અન્ય બેકોમાં એફ.ડી. સ્વરુપે + ત્વરીત રોકડમાં રુપાંતર થાય તેવું રોકાણ મળી કુલ રોકાણ રૂ।. ૧૫૦૭ કરોડનું છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો ડીપોઝીટરની ડીપોઝીટ પેકી ૫૭% જેટલી રકમનું સલામત રોકાણ કરી ડીપોઝીટરના હીતની રક્ષા કરી અને રોકાણ ઉપર વ્યાજબી વળતર મેળવેલ છે. રોકાણ ઉપર સીકયોરીટીના નફા સહિત રોકાણ ઉપર સરેરાશ ૬.૫૦ % કરતા વધુ વળતર મેળવેલ છે.

 બેંકને લાગુ પડતા વખતો વખતના કાયદાઓ તેમજ રાજબેકની નિવડેલી સીસ્ટમ થકી બંેકની ધિરાણ અંગેની મંજુર થયેલી પોલીસી મુજબ તમામ પ્રકારનું ધિરાણ કરવામાં આવે છે. સહકારી બંેકીંગ ક્ષેત્રમાં રાજબંેક પણ એક એવી બેંક છે કે જેમાં લોન અને રોકાણો અંગેના નિર્ણયમાં બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા ક્યારેય કોઈપણ જાતનો બિનજરુરી હસ્તક્ષેપ કરવામાં આવતો નથી એટલું જ નહી પરંતુ બેંકનાં નક્કી કરેલ નીતી-નિયમોની મર્યાદામાં કર્મચારીઓની કાર્યદક્ષ ટીમ દ્વારા જ ધિરાણ તેમજ રોકાણ અંગેનાં તમામ નિર્ણયો બેંકના હિતમાં લેવામાં આવે છે.

 Great achievements involves great riskના સિધ્ધાંતમાંથી રાજબેંક પણ બાકાત નથી. ૪૧ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બજારની પરિસ્થિતિ અને લોન લેનાર ગ્રાહકોના તેમના ધંધામાં તેમની ઉઘરાણીમાં થયેલ વિલંબને કારણે, ધંધાકીય મંદી, કોરોનાની વેશ્વિક મહામારીને કારણે તેમજ રીયલ એસ્ટેટ માર્કેટમાં આવેલ અસરને લીધે રાજબેંકમાં પણ નવા ખાતાઓ એનપીએ થયેલ છે અને નવા તેમજ જુના એન.પી.એ. ખાતાઓની કુલ રકમ રૂ. ૭પ કરોડ સામે બેંકે આશરે રૂ. ૧૫૦ કરોડ કરતા વધુ રકમની મિલ્કતો ગીરો લીધેલ છે અને હવે પછીના નાણાકીય વર્ષોમાં આ એનપીએ ખાતાઓની રીકવરી દ્વારા એન.પી.એ. વસુલાતની કામગીરીનું આયોજન કરેલ છે. RBI ના IRAC ના નોર્મ્સ પ્રમાણે આ એનપીએ ખાતાઓ સામે કરવાની થતી જરુરી જોગવાઈની સામે બેંકે દેશના અર્થતંત્રની પ્રવર્તમાન અને ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાને રાખી એનપીએ માટેનું અત્યાર સુધીમાં બેંકના નફામાંથી કુલ રૂ. ૧ ૦ ૦ કરોડનું પ્રોવિઝન કરેલ છે.

 રાજબેંકની રીકવરીની ટીમ ખૂબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક આયોજનબધ્ધ રીતે રીકવરીનાં પ્રમાણિક પ્રયાસો વર્ષોવર્ષ કરે છે જેનાં ફળ સ્વરૂપે ચાલુ વર્ષે પણ ખૂબ જ સારી વસુલાત કરેલ છે. જેના માટેનો તમામ શ્રેય બેંકના તમામ ધિરાણદારો કે જેઓએ સમયસર વ્યાજ અને હપ્તા ભરપાઈ કરેલ છે તેઓને તેમજ બેંકના રીકવરી સાથે સંકળાયેલ નિષ્ઠાવાન કર્મચારી કે જેઓએ તેમની ફરજ યથાયોગ્ય રીતે બજાવી તેઓને જાય છે.

 લોન અને ધીરાણમાં ગણતરીપૂર્વકનું જોખમ લેવાનો અભિગમ ચાલુ રાખી બેંકનું ધિરાણ ડીપોઝીટના ૬૦ % સુધી લઈ જઈ બેંકની નફાકારકતાને જાળવી રાખી તેમાં વધારો પણ કરેલ છે. ૩૧, માર્ચ-૨૦૨૧ના પુરા થતા વર્ષ માટે બેંકનું કુલ ધિરાણ રૂ. ૧૫૦૭ કરોડનું થયેલ છે. સોથી અગત્યની વાત એ ગણી શકાય કે રાજબેકમાં છેલ્લા ૮ વર્ષથી બેંકનો CD રેશીયો પ્રમાણમાં ઓછો હોવા છતાં બેકની નફાકારકતામાં એક પણ વર્ષમાં ઘટાડો જોવા મળેલ નથી જે મેનેજમેન્ટ તેમજ કર્મચારીઓની બનેલી ટીમની વહીવટી કાર્ય કુશળતા દર્શાવે છે.

 કોઈપણ સંસ્થા માટે નફો એ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં બેંકના ડીપોઝીટના વ્યાજના ખર્ચમાં વધારો, સ્ટાફ ખર્ચમાં વધારો થવા છતાં ગત વર્ષની સરખામણીમાં બેંકનો ઈન્કમટેકસ અને કાયદાકીય જોગવાઈઓ પહેલાનો નફો રૂ. ૯૩ કરોડનો થયેલ છે. જે રાજબેંકના ૪૧. વર્ષના ઈતિહાસમાં સોથી વધુ નફો છે.

 બેંકના કર્મચારીઓની ગ્રેચ્યુઈટી તેમજ રજાના પગાર ચુકવવા અંગેની ભૂતકાળની તમામ જવાબદારીનાં ખર્ચ માટે પણ બેંક પૂરેપુરું પ્રોવિઝન કરેલ છે અને હાલમાં કર્મચારીઓની નિવૃતિનાં લાભો સુરક્ષિત કરવાનાં આશયથી બેંકે રૂ. ૧૯ કરોડ કરતાં વધુ રકમનું સુરક્ષિત રોકાણ કરેલ છે અને આ રોકાણ દ્વારા બેંકને દર વર્ષે આશરે રૂ. ૧.૨૫ કરોડ જેટલી આવક થાય છે.

બેંકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રૂ. ૧૦ લાખ જેટલો છે જ્યારે એક કર્મચારી દીઠ નફો રૂ. ૩૮ લાખ કરતા વધારે છે જે સમગ્ર સહકારી બેકીંગ ક્ષેત્રમાં ઉત્તમ માપદંડ ગણી શકાય. સાથોસાથ એક કર્મચારી દીઠ ફુલ બીઝનેસ રૂ. ૧૭ કરોડ કરતા વધુ છે જે સમગ્ર બેકીંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પેકી રાજબેંકના કર્મચારીની ઉચ્ચતમ કાર્યક્ષમતા દર્શાવે છે.

 બેંકની કુલ ૨૭ શાખાઓ છે જે પૈકી ૧૬ શાખાઓ માલીકીના મકાનમાં કાર્યરત છે. તમામ શાખાઓ વાતાનુકુલિત, અદ્યતન સુવિધાસભર અને લોકર સુવિધા સાથેની છે.

 રાજબેંકની લીડરશીપ લોકોના પ્રતિભાવો અને અભિપ્રાયોને પણ શ્રેષ્ઠ રીતે મૂલવે છે, જ્યારે જ્યારે લોકો તરફથી પ્રતિભાવો કે અભિપ્રાયો મળે છે. ત્યારે રાજબેંકની લીડરશીપ તેનો એકમતે સ્વીકાર કરી તેનું યોગ્ય મૂલ્યાંકન કરી બેકના હિતને ધ્યાને લઈ મળેલ પ્રતિભાવો કે અભિપ્રાયો ત્વરિત ધોરણે અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે. RBI એ ડાયરેકટર્સ માટેના DO'S અને DONT'S ના નિયમોનું પણ ચૂસ્તપણે પાલન કરવા માટેનો ઠરાવ કરી તેનો બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવે છે.

 બેંકે રૂ.૨૧ કરોડનો એડવાન્સ ઈન્કમટેકસ પણ ભરેલ છે.

 બેંકનાં ગ્રાહકોને બેકમાં જ જનરલ અને લાઈફ ઈન્સ્યોરન્સ અંગે ઉપયોગી માર્ગદર્શન તેમજ વિમા અંગેની સેવાઓ આપવામાં આવે છે. ૨૦૦૬ની સાલથી શરુ કરેલ જનરલ અને લાઈફ ઈન્સ્યોરન્સ અંગેની રેફરલ તેમજ કોર્પોરેટ કક્ષાના લાયસન્સ દ્વારા કરેલ કામગીરીના સંદર્ભમાં છેલ્લા ૧૪ વર્ષમાં બેકે કુલ રૂ. ૭ કરોડ જેટલી રકમની વધારાની નોન બેકીંગ આવક મેળવેલ છે અને જુદા જુદા સમયે લાગુ પડતા હેડ હેઠળ આવક જમા કરવામાં આવેલ છે. રાજકોટ, ગોડલ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ શાખામાં સ્ટેમ્પ ફ્રેન્કીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

 નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં લોનડોક્યુમેન્ટ ચાર્જ, બેક ગેરેટી અને એલ.સી. કમિશન સ્વરુપે મળી કુલ વ્યાજ સિવાયની (નોન-ઈન્ટરેસ્ટ) આવક રૂ. ૩૨ કરોડ થયેલ છે, જે કુલ પગાર ખર્ચના ૧૦૦ %જેટલી થાય છે. એટલું જ નહીં છેલ્લા ૨૨ વર્ષમાં બેક દ્વારા લોન પ્રોસેસીંગ ચાર્જ સ્વરૂપે રૂ.૫૭ કરોડ કરતા વધુ રકમની આવક કરેલ છે.

 વધુમાં રાજબેકની પ્રણાલિકા પ્રમાણે દરેક વર્ષનું રીઝલ્ટ વર્ષના છેલ્લા દિવસે આપવાની સીસ્ટમ ચાલુ રાખવાના ભાગ સ્વરુપે સામાન્ય સંજોગોમાં દર વર્ષે ૧લી એપ્રિલે ડીપોઝીટનું વ્યાજ આપવાની પ્રથાને બદલે બેક ૨ દિવસ વહેલું વ્યાજ એટલે કે ૩૦ અથવા ૩૧ માર્ચે વ્યાજ જમા આપવાની પ્રથા અમલમાં મુકેલી છે. થાપણ, ધિરાણ, રોકડ અને બૅક બેલેન્સમાં ૩૧.૦૩.૨૦૨૧ ના સરકારી ચુકવણાના વ્યવહારોની અસર પૂરતો ફરક આવશે. જ્યારે નફામાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં તેવું બેકના સીઈઓ એ જણાવેલ છે.

 ફ્રી ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ તેમજ રૂ-પે ડેબિટ કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ તથા ઈમેઈલથી સ્ટેટમેન્ટ સાથે ગ્રાહકો માટે સવારનાં ૧૦ થી બપોરનાં ૪ સુધી અવિરત બેકીંગ સેવાઓ આપવામાં આવે છે તેજમ ચાલુ વર્ષે મોબાઈલ બેકીંગની સુવિધા ગ્રાહકો માટે શરુ કરી દેવામાં આવી છે ઉપરાંત વોટ્સએપ બેકીંગ સેવા પણ બેક પુરી પાડે છે.

 ભાવિ આયોજનના સંદર્ભમાં બરોડા તેમજ સારસાની બે સહકારી બંેકોનું મર્જર માટેની કાર્યવાહી આર.બી.આઈ.ની મંજુરીને આધીન ચાલુ છે. નાણાકીય વર્ષમાં ઈન્ટરનેટ બેકીંગની સુવિધા આપવાનું આયોજન ટેકનોલોજી ક્ષેત્રે ટેકનોલોજીના નિષ્ણાંત વ્યકિતઓની મદદથી બેકને ટેકનોસેવી બનાવવા માટેનું આયોજન વિચારેલ છે. બેક દ્વારા બેઝીક સેવિંગ્ઝ ખાતાઓ દ્વારા નાના માણસોને બેકીંગની સુવિધા આપવાનું આયોજન વિચારેલ છે. રૂ. ૬૦ લાખ સુધીની લોન જીએસટીના રીટનને ધ્યાનમાં લઈ સરળ ધિરાણ યોજના દ્વારા ૪૮ કલાકમાં ધિરાણનું ચુકવણુ કરવાનું આયોજન વિચારેલ છે.

 રાજબેંકની તમામ સફળતા માટેનો શ્રેય બેંકના ચેરમેન જગદીશભાઈ કોટડીયા તેમજ સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ રાજબેંકના શેર હોલ્ડરો, થાપણદારો, ધિરાણદારો, બોર્ડના સભ્યો અને ૨૪૨ કર્તવ્યનિષ્ઠ કર્મચારીના શીરે આપેલ છે.

 જ્યાં સંઘર્ષ નથી ત્યા કોઈ પ્રગતિ થતી નથી. મને આનંદ છે કે ટીમ રાજબેકે આ વાતને પણ ખૂબ જ હકારાત્મક રીતે લઈ અને છેલ્લા ૮ વર્ષમાં સંઘર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંઘર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવી છેલ્તા ૮ વર્ષમા રૂ. ૨૩૫૦ કરોડ કરતા વધુના બિઝનેશમાં વધારા થકી રૂ. પ૦૮ કરોડનો નફો કરેલ છે.

 કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહીં સફળતા મેળવવા ૧.૦૦% પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા ૧૫૦ % પ્રયાસો કરવા પડે છે. સફળતાને કદી પૂર્ણ વિરામ હોતુ નથી. પરંતુ માત્ર સફળ જ થવું એ અમારો ઉદ્દેશ નથી. પરતુ ઉત્તમ ગ્રાહક સેવા થકી સફળતમ રહેવું અમોને જરૂ૨ ગમે છે, અમને જણાવતા આનદ થાય છે કે રાજબેકની આવી સુદર સફળતા અને અવિરત પ્રગતિનો સંપુર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણીકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણીકભાઈ સેજપાલ, ફાઉન્ડર ડાયરેકટરો મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફળદુ, ગોવિદભાઈ ખુંટ, કિરીટભાઈ કામદાર, ચંદુભાઈ પાંભર, રસિકભાઈ દવે, પ્રવિણભાઈ દવે, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ભાણજીભાઈ પટેલ, ભુતપુર્વ ડાયરેકટર શિરીષભાઈ ધ્રુવ, ધીરૂભાઈ ધાબલીયા, ગોપાલભાઈ કારીયા, દિનેશભાઈ ડેડાણીયા, વહ્રલભદાસ હિરાણી, અરૂણાબા ચુડાસમા, દિવાળીબેન ઘરસડીયા, લીલાબેન ધામી, કમલનયન સોજીત્રા, બફુલભાઈ ઝાલાવડીયા, બીપીનભાઈ શાહ, બકુલભાઈ સોરઠીયા, દીનેશભાઈ કુંબાણી, દુષ્યંતભાઈ ટીલારા, પ્રશાંતભાઈ ટીલારા, ગોરાંગભાઈ સંઘવી, મુળજીભાઈ ચોહાણ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ (ભુતપુર્વ વાઈસ ચેરમેન રાજબેક) તેમજ બેંકના ભુતપુર્વ ચેરમેન મધુસુદનભાઈ દોંગા, ભુતપુર્વ વાઈસ ચેરમેન જગજીવનભાઈ સખીયા, રમેશભાઈ ટીલારા, ભુતપુર્વ મેનેજીગ ડીરેકટરો કમલભાઈ ધામી, ચિરાગભાઈ સીચાણી, ભુતપુર્વ સ્ટાફ મેમ્બર્સ, પ્રવર્તમાન ચેરમેન જગદીશચંદ્ર કોટડીયા, પ્રવર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સ ચદ્રકાતભાઈ પટેલ, નિલેશભાઈ ધુવ, સચિન સચદે, નિમીત કામદાર, હરીન્દ્ર દોંગા, પ્રાગજીભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, હર્ષદભાઈ માલાણી, જયંતિલાલ વસોયા, આનંદ પટેલ, પ્રણય વિરાણી, ગોપાલભાઈ રુપાપરા, મીનાક્ષીબેન ધામી, કિરણબેન સેજપાલ, આમંત્રીત સભ્ય રાજેન્દ્રભાઈ રાવલ, એડવાઈઝર કેતનભાઈ મારવાડીના સતત માર્ગદર્શન તથા પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ, પ્રોફેશ્નલ મેનેજમેન્ટ તથા રાજબેંકના કર્મચારી પરિવારના ૨૪૨ કર્મચારીઓની ટીમવર્કના ફાળે જાય છે તેવું રાજબેકના જનરલ મેનેજર અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ યાદીમાં અંતમાં જણાવ્યુ છે.

(3:04 pm IST)