Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટનો પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની કાલે ઘર વાપસી

૧૪ દિવસની સઘન સારવાર સફ્રળ :કાલે વહેલી સવારે કરાશે ડીસ્ચાર્જ

 

રાજકોટ : રાજકોટમાં પ્રથમ કોરોનાવાયરસ કેસ દર્દી (રહે. જંગલેશ્વર રાજકોટ) ફેબ્રુઆરી માસમાં મક્કા મદીના ગયેલ હોય ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ સુખી ખાસી અને શ્વાસ લેવા જેવો પ્રોબ્લેમ થતો હોય ગત 17 તારીખના રોજ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તારીખ 18 ના રોજ તેમનો રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો તારીખ 19 ના રોજ તેમને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેમને આઈસોલેશન વોર્ડમાં રાખી ડોક્ટરની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં ગત તારીખ 31 અને 1લી તારીખ નો રિપોર્ટ નેગેટીવ આવતા આવતીકાલે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે.

 વિડિયો કોન્ફરન્સ દ્વારા સાઇકિયાટ્રિસ્ટ દ્વારા તેમની મનોસ્થિતિ પણ ચેક કરવામાં આવી છે. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોય તેમને રજા આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અને સિવિલ અધિક્ષક ડોક્ટર મનીષ મહેતા જણાવે છે.

(12:04 am IST)