Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન વચ્ચે પણ પરિણીતાને મજુરીએ જવાનું કહી સાસરીયાએ માર માર્યો

જુનાગઢ તા. ૧: લોકડાઉન વચ્ચે પણ શીલનાં ચાળવા ગામની ઉર્મિલા વિરેન્દ્ર માલમ (ઉ.વ.રર) ને મજુરી કામે જવાનું કહી સાસરીયાએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે. ઉર્મિલાબેનને નાની દિકરી હોવા છતાં પતિ વિરેન્દ્ર, સસરા હરિભાઇ માલમ અને સાસુ સમજુ (રે. કરમદી ચીંગરીયા) એ મજુરી કામે જવાનું કહી ઉર્મિલાને માર મારી અને ત્રાસ આપ્યો હતો. આ ફરિયાદના આધારે શીલના પી.એસ.આઇ. પી. એસ. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

(4:07 pm IST)