Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉન જાહેરનામાનો ભંગ કરતા ૨૨ પકડાયાઃ ૧૨૦ વાહનો ડીટેઇન

રાજકોટ, તા.૧: રાજકોટ જીલ્લામાં કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન જાહેરનામાનો ભંગ કરનાર ૨૨ વ્યકિતઓની પોલીસે અટકાયત કરી હતી તેમજ ૧૨૦ વાહનો ડીટેઇન કર્યા હતા.જીલ્લામાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીઝ વસ્તુ સીવાયની દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટહાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનુ વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વગેરમાં મંજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજુરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂધ્ધ જાહેરનામાનો ભંગ કરેલ હોય આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.એસપી.બલરામ મીણાએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાજકોટ જીલ્લામાં અલગ-અલગ સ્થળે લોકડાઉન જાહેરનામાનો ભંગ કરનાર કુલ ૨૨ શખ્સોની અટકાયત કરાઇ છે. તેમજ કોઇ કારણ વગર બહાર નીકળતા ૧૨૦ વાહનો ડીટેઇન કરાયા છે. જયારે જીલ્લામાં અલગ અલગ સ્થળે  શખ્સોને વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરનાર ૩૯ વ્યકિતઓ સામે ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે.

(4:06 pm IST)