Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મ્યુ. કોર્પોરેશનની મહેનત રંગ લાવી : સુપર માર્કેટ - મોલ દ્વારા પાંચ હજાર પરિવારોને ઘરબેઠા ચીજવસ્તુઓ પહોંચાડી

રાજકોટ : કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ શહેરમાં વાઈરસ સંક્રમણ પ્રસરતું અટકાવવાના પ્રયાસોના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા લોકોને શકય હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર ન નીકળવું પડે તે પ્રકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમણે ઘેર બેઠા બેઠા જ કે પછી પોતાના ઘરની નજીકમાં આવેલી કરીયાણાની દુકાનેથી જ અનાજ, કઠોળ ઇત્યાદિ આવશ્યક વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. હવે આ વ્યવસ્થા બરોબર કાર્યરત રહે અને નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ આસાનીથી મળી રહે તે માટે મોલ અને સુપર માર્કેટ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા હવે બરોબર કાર્યરત થઈ ચુકી હોવાની પ્રતીતિ એ વિગતો પરથી થઇ રહી છે કે,  લોકો તરફથી રજુ થયેલ ૪૮૨૯ જેટલા ઓર્ડર મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી સુપર માર્કેટ અને મોલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)