Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વેન્ટીલેટરનો ઉપયોગ કેટલો - કયારે કરવો? તાલીમાર્થીને તાલીમ આપતા ડો.જયેશ ડોબરીયા

સિવિલ હોસ્પિટલ અને તાલીમ શાળામાં મેડીકલ ઓફીસર, નર્સીંગ સ્ટાફને અપાતી તાલીમ

રાજકોટ, તા. ૧ : સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર તમામ અગમચેતીના પગલા લઈ રહી છે.

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં કોરોના સામે સાવચેતીના અનેક પગલા લીધા બાદ હવે આરોગ્ય કર્મચારીઓ વેન્ટીલેટરનો ઉપયોગ કેમ કરવો? તેનું નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.

રાજકોટની તાલીમ શાળા ખાતે સીનર્જી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.જયેશ ડોબરીયા અને ડો.જીગર પાડલીયા દ્વારા દર્દીને કયા સંજોગોમાં વેન્ટીલેટરનો ઉપયોગ કયારે કરવો તે અંગેની તાલીમ આપી હતી.

આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં ડો.તેજસ કરમટા, ડો.પ્રતિક દોશી, ડો.રૂપાલી મહેતા, ડો.જે.ઓ.માઢક, ડો.જયોતિ હાથી સહિતના નિષ્ણાંત તબીબો આરોગ્ય કર્મચારીઓને વેન્ટીલેટરના ઉપયોગ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.

(4:03 pm IST)