Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦ ફુડ પેકેટનું વિતરણ

રઘુવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટીમ દ્વારા રાજકોટનાં માધાપર ચોકડી, માંડા ડુંગર તથા અન્ય જરૂરતમંદ વિસ્તારોમાં ૧૫૦૦ જેટલાં ફુડપેકેટનું સવારે અને સાંજે વિતરણ કરવામાં આવેલ હતું. આ સમાજલક્ષી કાર્યમાં પ્રમુખ દિપેન ભગદેવ, વિપુલ વસંત, સિધ્ધાર્થ પૂજારા, સંદીપ જોબનપુત્રા, ધવલ બુવારીયા, સંજય જોબનપુત્રા વગેરેએ વિતરણ કરેલ હતું.આ સેવાકીય પ્રવૃત્તિમાં કમલેશભાઈ ગણાત્રા, જીગરભાઈ ભગદેવ, શૈલેષભાઈ પાબારી, પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, ગોપાલભાઈ અનડકટ, ભોલાભાઈ વસંત, કિશોરભાઈ સુચક, કેતનભાઈ સુચક વગેરે શ્રેષ્ઠીઓએ સંપૂર્ણ સહયોગ આપેલ હતો.

(4:02 pm IST)