Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પીએસઆઇ સહિત નવ પોલીસમેનનું સસ્પેન્શન રદ

રાજકોટ, તા. ૧ : રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એલ. ધામાને પોતાની ફરજ દરમ્યાન ગોંડલ રોડ ચોકડી ખાતે ફરીયાદી એમ્બ્યુલન્સ લઇ આવેલ હોય જેઓને રોકી હાલની પરિસ્થિતિમાં સંવેદનશીલતા નહીં દાખવી ફરીયાદીને માર મારેલ હોય જે અંગે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જાણ થતાં તેવો તાત્કાલીક ઇન્કવાયરી કરવા એ.સી.પી. કક્ષાના અધિકારીને સુચના આપી હતી જે બાબતે ઇન્કવાયરી કરી માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ પી.એલ. ધામાએ હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં તેણે સંવેદનશીલતા નહીં દાખવી શિસ્ત વિરૂદ્ધનું કૃત્ય કરેલ હોય તેઓને તાત્કાલીક અસરથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.

તેમજ અગાઉ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓને અલગ અલગ કારણોસર સસ્પેન્ડ કરવામા આવેલ હોય જે બાબતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સસ્પેન્ડેડ અધિકારી/કર્મચારીઓની રિવ્યુની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી રાજકોટ શહેરમાં સસ્પેન્ડેડ પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ., કોન્સ. મળીને ૯ને તાત્કાલીક ફરજ પર પરત લેવા હુકમ કરેલ છે.

(4:01 pm IST)