Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉનમાં તડકામાં બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસમેનોને છત્રી અપાઇ

રાજકોટઃ કોરોના વાયરસને અનુલક્ષીને લોકડાઉન અંગે તકેદારી બંદોબસ્ત થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલ કાર્યરત હોઇ જે બંદોબસ્તામં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ તડકામાં સતત ઉભા રહીને અલગ અલગ પોઇન્ટ પર પોતાની ફરજ બજાવવાની રહેતી હોઇ જેથી થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડીયા દ્વારા અલગ-અલગ પોઇન્ટ પર ફરજ બજાવતા થોરાળા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને છત્રીઓ આપવામાં આવી હતી. તસ્વીરઃ સંદિપ બગથરીયા.

(4:00 pm IST)