Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તમામ રાશનીંગ દુકાનો ઉપર સરળતાથી વિતરણ શરૂ કરી દેવાયુ છે : સામાકાંઠામાં ટોળા ઉમટયા : પણ પ્રશ્ન હલ

DSO પૂજા બાવળા અને ઇન્સ્પેકટરો દ્વારા આખી રાત દરમિયાન ટોકન આપી દેવાયા : સવારથી ચેકીંગ ચાલુ : એપીએલ-૧ને પણ અનાજ મળશે તેવા ૩૦ કન્ફયુઝનથી પ્રારંભમાં મુશ્કેલી થયેલ

સસ્તા અનાજની દુકાનો ઉપર શાંતિપૂર્ણ રીતે ૫૦-૫૦ના ટોકન સીસ્ટમ મુજબ બીપીએલ - અંત્યોદય - એનએફએસએ કાર્ડ હોલ્ડરોને અનાજનું વિતરણ પુરવઠા દ્વારા શાંતિપૂર્ણ કરાયું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧ : રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પુજા બાવળાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેર - જિલ્લાની થઇને તમામ કુલ ૭૫૪ દુકાનો ઉપર બીપીએલ - અંત્યોદય - એનએફએસએ કાર્ડ હોલ્ડરોને મળવાપાત્ર જથ્થો મફત કે નીયત કરેલ ભાવ મુજબ સવારે ૯ સુધી શરૂ કરી દેવાયું છે અને સમગ્ર શહેર - જિલ્લામાં શાંતિપૂર્ણ કામગીરી ચાલી રહી છે, કોઇ સ્થળે હાલ ટોળા નથી.

તેમણે જણાવેલ કે, પૂૂર્વ વિસ્તાર એટલે કે સામાકાંઠા વિસ્તારમાં ૧ થી ૨ દુકાને એપીએલ-૧ને પણ રાશન મળશે તેવું કન્ફયુઝન હતું. પરિણામે ટોળા ઉમટતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, અને હાલ પ્રશ્ન હલ થયો છે. તેમણે જણાવેલ કે, હુડકો વિસ્તારમાં એક દુકાને વધુ લોકો ઉમટતા ત્યાં પણ પોલીસ મોકલી દેવાઇ છે, હવે ત્યાં વિતરણ ચાલુ થઇ ગયું છે.

ડીએસઓ શ્રી પૂજા બાવળાએ જણાવેલ કે, પોતે અને તેમના ઇન્સ્પેકટરો - દુકાનદારો દ્વારા આખીરાત દરમિયાન ટોકન આપી દેવાયા છે, જે પ્રમાણે કાર્યવાહી ચાલુ રહી છે, સવારથી પોતે પણ ચેકીંગમાં છે, હાલ અન્ય કોઇ દુકાને પ્રોબ્લેમ નથી, શાંતિપૂર્ણ વિતરણ ચાલુ છે, અને અંત્યોદય - એનએફએસએમાં આવતા તમામ કાર્ડ હોલ્ડરોને તા. ૫ સુધીમાં સંપૂર્ણ વિતરણ કરી દેવાશે.

(3:58 pm IST)