Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

૧૪ થી ૨૦ માર્ચ દરમિયાન નોઇડા-દિલ્હીથી રાજકોટ આવેલા ૨૯ લોકોમાં કોરોનાનાં કોઇ લક્ષણો નથી

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ૧૩ મેડીકલ ટીમો દ્વારા આ ૨૯ લોકોને શોધી તેમનાં ઘરની મુલાકાત લઇને મેડીકલ ચેક અપ કરાયું: તમામ લોકો હેમખેમ

રાજકોટ,તા.૧: કોરોના સંક્રમણની સ્થિતીથી દિલ્હી અને નોઇડા ખાતેના કોરોના અસરગ્રસ્ત એરિયામાંથી તા.૧૪ થી ૨૦ માર્ચ સુધીમાં રાજકોટ શહેરમાં આવેલા ૨૯ વ્યકિતઓનું મેડીકલ ચેક અપ કરવામાં આવતા તમામ દેખરેખ હોવાનું ખુલ્યુ હતું.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવાય મુજબ ગત તા. ૧૪ થી ૨૦ માર્ચ, ૨૦૨૦ દરમ્યાન નોઈડા અને દિલ્હી તથા આસપાસના એરિયામાંઙ્ગ લોકેશન ધરાવતાં ૨૯ જેટલા લોકો રાજકોટમાં પાછા આવેલા છે અને કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય સ્ટાફે રાત્રી દરમ્યાન જ ગામગીરી હાથ ધરી આ તમામ ૨૯ લોકોની ઓળખ કરી લીધી છે.

ઉપરાંત આ ૨૯ પૈકી એક પણ વ્યકિતને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળેલ નથી. આ ૨૯ લોકોની માહિતી સરકારશ્રી પાસેથી ઉપલબ્ધ બનતા જ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે યુદ્ઘના ધોરણે કામગીરી હાથ ધરવા આદેશ આપેલ હતો. જેના પગલે આરોગ્ય શાખાએ ૧૩ મેડિકલ ટીમો બનાવી આ ૨૯ લોકોના ઘરની મુલાકાત લીધી હતી અને તેમનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. જેમાં ૨૯ પૈકી એક પણ વ્યકિતને કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી.

(3:54 pm IST)