Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અકિલા પરિવારના મોભીઓ દ્વારા સદ્દગત દિપકભાઇના પરિવારજનોને સાંત્વના

રાજકોટ : એડ (જાહેરાત) ની દુનિયામાં દાયકાઓથી નામના મેળવનાર એવા સેલ એજન્સીના માલીક દિપકભાઇ શાહનું ગઇકાલે  હ્યદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું હતું. આ ખબર મળતાની સાથે જ સગાસંબંધીઓ, મિત્રવર્તુળોમાં ભારે આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. હસમુખા સ્વભાવના સરળ માનવી એવા દિપકભાઇનું અચાનક દુઃખદ અવસાન થતાં અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રાએ તેમના નિવાસસ્થાને જઇ સદ્દગતને ફૂલહાર કરી તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી.

(3:53 pm IST)