Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રસ્તા પર ટહેલવાનું પસંદ કરનારા વધુ ૪૬ સામે પોલીસની કાર્યવાહી

ચોકમાંથી તગડયા બાદ ગલીઓમાં છૂપાયેલા આઠ પોલીસના ડ્રોન કેમેરા દ્વારા ઝપટે ચડયા

લોકડાઉનમાં શેરી-ગલીઓમાં આટાફેરા કરતા શખ્સોને ઝડપી લેવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતી પોલીસ નજરે પડે છે

રાજકોટ, તા. ૧ :. નોવેલ કોરોના વાયરસની મહામારી સંબંધે શહેરમાં લોકડાઉનમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ તેમજ જીપ અને રીક્ષામાં માઈક લાઉડ સ્પીકર દ્વારા લોકોને કોરોના વાયરસ સંબંધીત સાવચેતી રાખવા સહિતની સૂચનાઓ આપવા છતા રસ્તા પર રઝડવાનું પસંદ કરનારા ૪૬ શખ્સો સામે જાહેરનામાના ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી છે. શહેરમાં લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ તથા જીપ અને રીક્ષામાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને એકઠા ન થવા તેમજ બીનજરૂરી ઘરની બહાર ન નીકળવા અંગે સૂચના આપવામાં આવે છે પરંતુ શહેરમાં લોકડાઉનમાં બંધની શું સ્થિતિ છે ? તે જાણવા માટે કામ સિવાય ઘરની બહાર નિકળનારા ૪૬ શખ્સોને પકડી લીધા હતા. જેમાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી પણ કેટલાક શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં એ-ડિવીઝન પોલીસે સિવીલ હોસ્પીટલ ચોકમાંથી મુકેશ ભાનુશંકરભાઈ દવે (ઉ.વ. ૫૪, રહે. બજરંગવાડી), હાથીખાના મેઈન રોડ પરથી ફીરોઝ અમીનભાઈ કાજી (ઉ.વ. ૨૧) થતા બી ડીવીઝન પોલીસે પેડક રોડ સેટેલાઈટ ચોક પાસેથી હરદેવ ભરતભાઈ લોખીલ (ઉ.વ. ૨૧, રહે. કુવાડવા રોડ એલપી પાર્ક), વિશાલ ભાવેશભાઈ ડાંગરીયા (ઉ.વ.૧૧, મોરબી રોડ વૃંદાવન વિલા), ભાવનગર રોડ પાંજરાપોળ પાસેથી કમલેશ મનસુખભાઈ સિરોલા (ઉ.વ. ૩૨, રહે. પાંજરાપોળ શેરી નં. ૪), જયેશ દામજીભાઈ ગોદળકા (ઉ.વ. ૪૧), શૈલેષ મોતીભાઈ રાઠોડ (ઉ.વ. ૪૮, રહે પેડક રોડ ચંપકનગર) તથા થોરાળા પોલીસે ભાવનગર મેઈન રોડ મોમાઈ ચોક પાસેથી કાળુ ભારમલભાઈ લકુમ (ઉ.વ. ૪૨, રહે. ભારતનગર), પ્રકાશ ભોલાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૯, રહે. રામનગર સોસાયટી), અમીન છગનભાઈ મકવાણા (ઉ.વ. ૫૨, રહે. ગંજીવાડા), મનસુખ કરશનભાઈ ભોજાણી (ઉ.વ. ૪૦, રહે. ભાવનગર રોડ), રઘુ ઘોઘાભાઈ મુંધવા (ઉ.વ. ૪૨, રહે. રામનગર સોસા.), મગન બધાભાઈ સાકરીયા (ઉ.વ. ૫૪, રહે. ગંજીવાડા) તથા ભકિતનગર પોલીસે હુડકો પોલીસ ચોકી પાસેથી ઈરફાન નુરમહંમદભાઈ બાનાણી (ઉ.વ.૪૨), ભરત બીપીનભાઈ જોષી (ઉ.વ. ૪૪, રહે. ન્યુ સર્વોદય સોસા.), કિશોર લાલજીભાઈ ભાલુ (ઉ.વ. ૪૭, રહે. રામનગર), જીજ્ઞેશ મનસુખભાઈ કોરાટ (ઉ.વ. ૩૪, રહે. મારૂતીનગર) તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન પાસેથી કિશન નટુભાઈ મકવાણા, કલ્પેશ અરવિંદભાઈ જરીયા (ઉ.વ. ૧૯, રહે. ટાગોર રોડ કલ્યાણ સોસાયટી), બામણબોર ગામ પાસેથી મહેશ ભીખાભાઈ બાબરીયા (ઉ.વ. ૩૦, રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૩૬૯) તથા આજી ડેમ પોલીસે આજી ડેમ ચોકડી પાસે વરૂણ કોલ્ડ સ્ટોરેજ પાસેથી મહેશ સોમાભાઈ ગમારા (ઉ.વ. ૩૨, રહે. પેડક રોડ મારૂતી સોસા.), આજી ડેમ પોલીસ સ્ટેશન સામેથી વિજય જીતેન્દ્રભાઈ બાંભણીયા (ઉ.વ. ૨૨, રહે. કોઠારીયા સોલવન્ટ), કોઠારીયા રોડ રણુજા મંદિર સામેથી દીપક મગનભાઈ સોલંકી (ઉ.વ.૨૯, રહે. શ્રમજીવી સોસા.), મહીપતસિંહ હરીસિંહ પરમાર (ઉ.વ. ૧૯, રહે. શ્રમજીવી સોસા.)ને તથા માલવીયાનગર પોલીસે ખોડીયારનગર મેઈન રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે ક્રિકેટ રમવા એકઠા થયેલા નિકુંજ જગદીશભાઈ સોમૈયા (ઉ.વ. ૩૮, રહે. ગીતાનગર-૩), અશ્વિન ભીમજીભાઈ વાઘેલા (ઉ.વ. ૨૧), જયેશ ધીરજલાલ વાઢેર (ઉ.વ. ૪૫, રહે. ગીતાનગર), રૂપા સુરાભાઈ મીર (ઉ.વ.૪૨, રહે. ગીતાનગર) અને અજય મગન સોલંકી (ઉ.વ.૨૭, રહે. આંબેડકરનગર), મવડી મેઈન રોડ સહયોગ હોસ્પીટલ સામેથી ચંકી ઉર્ફે ચીરાગ ભીમનદાસ અટલાણી (ઉ.વ.૩૨, રહે. દ્વારકેશ પાર્ક), મવડી ચોકડી પાસેથી ચેતન ભરતભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૬, રહે. મારૂતિનંદનગર) તથા પ્ર.નગર પોલીસે જંકશન મેઈન રોડ પરથી ફેઝલ ફારૂકભાઈ જુણેજા (ઉ.વ. ૨૩, રહે. ભીસ્તીવાડ મોરબી હાઉસ), રેલનગર ઝાંસીની રાણી ટાઉનશીપ પાસેથી જુબેર અમીરમીયા કાસમીરી (ઉ.વ.૨૭, રહે. રેલનગર), જંકશન પ્લોટમાથી શાહનવાઝ તબરેજભાઈ પઠાણ (ઉ.વ. ૧૮, રહે. ભીસ્તીવાડ ચોક), ધૈર્ય રૂચીરભાઈ ભટ્ટ (ઉ.વ.૨૨, રહે. ગાયકવાડી), પોપટપરા મેઈન રોડ પરથી કશ્યપ પંકજકુમાર પંડયા (ઉ.વ. ૨૫, રહે. રેલનગર સૂર્યપાર્ક સોસા.) તથા ગાંધીગ્રામ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી રફીક કાસમભાઈ હાલા (ઉ.વ. ૩૭, રહે સંજયનગર), વાવડી પોલીસ ચોકી પાસેથી બાબુ બટુકભાઈ રાતડીયા (ઉ.વ. ૩૩, રહે. શ્રીનાથજી સોસા.), ભરત બટુક રાતડીયા (ઉ.વ. ૨૪, રહે. શ્રીનાથજી સોસા.) તથા કાલાવડ રોડ રાણીટાવર પાસેથી નરેન્દ્રસિંહ રામસિંહ ખેરડીયા (ઉ.વ. ૪૫, રહે. આર.કે. નગર શેરી નં. ૩), કાલાવડ રોડ સત્ય સાઈ મેઈન રોડ પરથી જયરાજસિંહ વનરાજસિંહ બારડ (ઉ.વ. ૩૪, રહે. માયાણીનગર) તથા યુનિ. પોલીસે યુનિવર્સિટીના ગેઈટ પાસેથી જયંતીલાલ કેશુભાઈ પટેલ (ઉ.વ. ૫૬, રહે. રવીરત્ન પાર્ક સોસા.), રૈયા ગામ શેરી નં. ૬ પાસેથી મનસુખ શાંતીભાઈ સોલંકી (ઉ.વ. ૪૧, રહે. રૈયાગામ વેજાગામ), જયદેવગીરી રમેશગીરી ગૌસ્વામી (ઉ.વ. ૪૮, રહે. ટિટોડીયા કવાર્ટર) અને જયેન્દ્ર પ્રવીણભાઈ સુથાર (ઉ.વ. ૩૫, રહે. ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર)ને પકડી લઈ કાર્યવાહી કરી હતી. આ લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી યુનિવર્સિટી, ગાંધીગ્રામ તથા પ્ર.નગર પોલીસે આઠ શખ્સોને દબોચી કાર્યવાહી કરી હતી અને જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી સામ્રાજ્ય પ્રાઈવેટ લી.ના દિપકભાઈ જગદીશભાઈ અડવાણી ડ્રોન કેમેરા સાથે પોલીસને સેવા આપશે અને મદદરૂપ થશે.

(3:52 pm IST)