Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નાનકડી આરનાની અપીલ : કોઇ ઘરની બહાર ન નિકળતા

રાજકોટ : જાણીતા તબીબી ડો. ધવલ ગોધાણીની ૧૫ મહિનાની ઢીંગલી જેવી દિકરી 'આરના'એ હાથમાં પ્લે કાર્ડ લઇ લોકોને ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરી હતી. કાલીઘેલી ભાષામાં તેણે સંદેશો આપયો કે મારેય રેસકોર્ષ જાવુ છે. પણ હમણા કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા જે અભિયાન ચાલી રહ્યુ છે તેને સમર્થન આપી હું ઘરની બહાર નહીં નીકળુ, તમે પણ નીકળતા નહીં. લોકડાઉનને એક અઠવાડીયુ પુરૂ થયુ. હજુ વધુ સમય આપણે ઘરમાં જ રહેવાનું છે. લોકો સાવધાની રાખે. આવો સંદેશો આ ૧૫ મહિનાની દિકરીએ વહેતો કર્યો છે.

(3:51 pm IST)