Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માસ્કનું વિતરણ

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોનાઙ્ગ મહામારી જાહેર થયેલ હોય ભારત દેશમાં અને ગુજરાતમાં બીજા ત્રીજા તબક્કામાં પરિસ્થિતિ હોય અને વાઇરસ નો ચેપ વધુ ફેલાય નહીં તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  પ્રમુખ  અમિતભાઈ ચાવડા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં માસ્ક વિતરણ ની કામગીરી શરૂ થયેલ છે જેમાં સમગ્ર રાજકોટ શહેરમાંઙ્ગ વોર્ડ વાઇઝ માસ્ક પુરાઙ્ગ પાડવામાં આવેલ છે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી મહેશભાઈ રાજપુત દ્વારા શહેરમાં તમામ વોર્ડમાં માસ્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ શહેરમાં કોરોના સામે રક્ષણ માટે વોર્ડ વાઇઝ વોર્ડ પ્રમુખો દ્વારા માસ્ક વિતરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. વધુમાં અશોકભાઈ ડાંગરે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ કોરોના બીજા ત્રીજા તબક્કામાં હોય ત્યારે લોકોએ લોકડાઉનનું પાલન કરવુ બિનજરૂરી બહાર જવાનું ટાળવું અને ચાર વ્યકિત થી વધારે જાહેરમાં ભેગું ન થવું તેવી સરકારની સુચનાનો સંપૂર્ણપણે પાલન કરવા અને સાવચેતી રાખવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે અપીલ કરેલ છે.

(3:49 pm IST)